જીવની જરૂરીયાત
જીવની જરૂરીયાત
તાઃ૪/૯/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાપાપગલી ચાલતા દેહને,આંગળી પકડી ચલાવાય
સમયે જરૂરીયાત મળીજતાં,જન્મ સાર્થક કરી જવાય
                         ………પાપાપગલી ચાલતા દેહને.
મળે દેહ અવનીએ માનવીનો,જીવને તક મળી જાય
માનો પ્રેમ મળે બાળપણમાં,સંસ્કાર સિંચન થઇ જાય
સંગ મળે જ્યાંમહેનતનો,ત્યાં પિતાનોપ્રેમ મળી જાય
ઉજ્વળ સોપાન બને જીવનના,વ્યાધીઓ ભાગી જાય
                         ……….પાપાપગલી ચાલતા દેહને.
જુવાનીના દ્વારખુલે ત્યાં,સહવાસની જરૂરીયાત દેખાય
સાચો પ્રેમ અને મળે સાથ,ત્યાં પગથીયા પ્રેમે ચઢાય
માગતાપહેલાં મળેમાગણી,એ જીવના સંસ્કાર કહેવાય
મન કર્મ વચન ને સાચવતાં,સૌ કામ સરળ થઇ જાય
                         ………..પાપાપગલી ચાલતા દેહને.
ધડપણ આવે બારણે,ત્યા જરૂરીયાત દેહની વધી જાય
બાળપણ ને ધડપણ સરખા,એ તો ટેકાથી દેહને દેખાય
માયા છોડવા જીવની,ભક્તિ સાચી જરૂરીયાત કહેવાય
મળે કૃપા પ્રભુની જીવને,ત્યાં પુરી જરૂરીયાતો થઇ જાય
                           ……….પાપાપગલી ચાલતા દેહને.
=============================