પાધડી
પાધડી
તાઃ૩૦/૯/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અનંત ધડીઓ મળે જગતમાં,જ્યાં મળે જીવને જન્મ
સાચવીલે પા ધડી જીવનમાં,તો સાર્થક થાય સૌ કર્મ
……….અનંત ધડીઓ મળે જગતમાં.
પ્રભાત થવાનું પૃથ્વીએ ભઇ,ને સંધ્યાય દરરોજ થાય
ધડી ધડીનો અણસાર મળે,જે સાચી ભક્તિએ સમજાય
જન્મ મૃત્યુ એ દેહનાબંધન,ના પરમાત્માથી એ છોડાય
રામ કૃષ્ણ એ સ્વરૂપ લીધા,જે માનવી દ્રષ્ટિથી જોવાય
………અનંત ધડીઓ મળે જગતમાં.
સમયનીસાંકળ જકડે સૌને,નાજગે કોઇથીય એ છોડાય
બાલપણ જુવાની ને ઘડપણ,એ તો છે સમયના સંકેત
ધડી પારખી સાચવીલેતાં,પાવન રાહ દેહને જરૂર મળે
મોહ માયાના બંધન છુટતાં જ,મુક્તિ દ્વાર જીવના ખુલે
………અનંત ધડીઓ મળે જગતમાં.
+++++++++++++++++++++++++++++++