January 12th 2012

સ્મરણ રામનું

……………………..સ્મરણ રામનું

તાઃ૧૨/૧/૨૦૧૨………………….. પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભજન કરી લે પ્રભુરામનું,ના મોહ માયા કોઇ વળગશે
મુક્તિમાર્ગની આંગળી ચીંધશે,જ્યાં જલાસાંઈને ભજશે
………………………………………………ભજન કરી લે પ્રભુરામનું.
મનમાં આશા એક રાખજે,આ જીવને ભક્તિરાહ તું દેજે
શ્રધ્ધા રાખી સ્મરણ કરતાં,સાચા સંતની કૃપાય મળશે
દેહને મળેલ આ માનવ જન્મ,સાર્થક જીવનથી તું કરજે
મળશે કૃપા જ્યાં પ્રભુરામની,જીવથી મોક્ષના દ્વાર ખુલશે
………………………………………………ભજન કરી લે પ્રભુરામનું.
મનથી માળા કરજે પ્રભુની,સદમાર્ગ જીવને એ દઈ દેશે
આવતી વ્યાધી દુર રહેશે જીવનમાં,શાંન્તિ જીવને મળશે
પળપળ સ્મરણ કરતાં પ્રભુનુ,સૌ ઝંઝટ પણ દુર જ રહેશે
મોહમાયાની ચાદર ઉડતાં,કૃપા જલાસાંઇનીય તને મળશે
………………………………………………ભજન કરી લે પ્રભુરામનું.

++++++++++++++++++++++++++++++++++

January 10th 2012

ચાલ ભઈ ચાલ

……………………. ચાલ ભઈ ચાલ

તાઃ૧૦/૧/૨૦૧૨…………………. પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનની ઝંઝટને તોડવા,મળતી આફતોને છોડવા
માનવતાને મહેંકાવા,જીવનની કેડીએચાલતો રહેજે
ભઈ આફતોને ટાળવા,સદાજીવનમાં ચાલતો રહેજે
. ………………………………………જીવનની ઝંઝટને તોડવા.
એકમેકેનો સાથ મળે કે નામળે,હૈયે હીંમત તું ધરજે
શ્રધ્ધા રાખી ભરેલ પગલે,સાથ જલાસાંઇનો મળશે
હિંમતમનથી સાચીકરતાં,સફળનુ તને શરણુ મળશે
ઉજ્વળ જીવન પ્રેમથી મળતાં,જન્મસફળ થઈ જશે
. ………………………………………..જીવનની ઝંઝટને તોડવા.
સરળતાનો સહવાસ જોતાં,દ્રષ્ટિ ખરાબમનની પડશે
નિર્મળ ભાવના સંગે રાખતાં,ઉજ્વળ કામ સૌ મળશે
આધી વ્યાધી દુર રહેતાં,તારા કામ સરળ પણ થશે
સાચી રાહે ચાલી રહેતા,જીવનમાં પ્રેમ સૌનો મળશે
. …………………………………………જીવનની ઝંઝટને તોડવા.

===============================

January 10th 2012

મહેર મેઘરાજાની

………………….મહેર મેઘરાજાની

તાઃ૧૦/૧/૨૦૧૨ ……………..પ્રદીપ બ્રહ્મભટ્ટ

પધાર્યા પ્રેમથી અવનીપર,ત્યાંજ ટાઢક પ્રસરી ગઈ
મેઘરાજાની એક લહેરથી,કુદરતની કૃપા મળી ગઈ
. …………………………………………પધાર્યા પ્રેમથી અવનીપર.
શીતળતાનો મળ્યો સહવાસ,ત્યાં સવાર સુધરી ગઈ
માનવતાનીમહેંક પ્રસરી,ત્યાં જીવનમાંરાહ મળી ગઈ
એક એકનો સાથ મેળવતાં,સહું વ્યાધીઓ ભાગી ગઈ
નિર્મળ જીવન આવી મળતાં,માનવતાય મહેંકી ગઇ
. …………………………………………પધાર્યા પ્રેમથી અવનીપર.
મળે પ્રેમ કુદરતનો દેહને,ત્યાં કૃપા જલાસાંઇની થઈ
આંગળી પકડી ચાલતાં ભક્તિની,પાવનકર્મ કેડી થઈ
લાગણી,મોહ ને માયા મુકતાં,કળીયુગથી મુક્તિ થઈ
મેઘરાજાની એકજ કૃપાએ,આ ઘરતી પણ લીલી થઈ
. …………………………………………પધાર્યા પ્રેમથી અવનીપર.

===================================

January 9th 2012

.જીવને શ્રધ્ધાંજલી

.

.

.

.
.
.
.
.
.
.
.
.
.
.
.

……………. જીવને શ્રધ્ધાંજલી.

તાઃ૯/૧/૨૦૧૧ ……………પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ પ્રેમ મળ્યો છે અમને,ના મોહમાયા દેખાય
સદાય હસતે ચહેરે સૌને,આવકારએ આપતા જાય
. ……………………………………નિર્મળ પ્રેમ મળ્યો છે અમને.
અનંત આનંદ થાય સૌને,જે માનવીના મુખે દેખાય
આવકાર આપે હસતે મુખે,ને નિર્મળવાણી સંભળાય
બારણું ખોલતા પધારો બોલે,ત્યાં પ્રભુકૃપાય દેખાય
ફરીફરીને મન આવવાચાહે,એજપ્રેમ સાચો કહેવાય
. …………………………………..નિર્મળ પ્રેમ મળ્યો છે અમને.
સંબંધ સૌનો સાચવી રાખે,જે પવિત્ર પ્રેમ છે કહેવાય
યાદ તમારી હૈયે રહેશે,જે સાચી માનવતાએ મેળવાય
માન અભિમાનને દુરરાખી,સૌને દઈ દીધા છે સન્માન
મુક્તિ જીવને પરમાત્મા દઈદે,એજ પ્રાર્થના છે કરતાર
. ………………………………….નિર્મળ પ્રેમ મળ્યો છે અમને.

+++++++++++++++++++++++++++++++

………… મુ.શ્રી કાન્તિભાઇ શાહે તાઃ૮મી જાન્યુઆરી ૨૦૧૨ ના રોજ અવનીપરથી વિદાય
લઈ પરમાત્માના ચરણમાં વાસ કરી લીધો છે.તેમની ક્ષતી અમને ન લાગે તેવી પરમાત્મા
શક્તિ આપે.અને તે પવિત્ર જીવને જન્મમરણથી મુક્તિ આપે તેવી ગુ.સા.સ.ના સર્વ સભ્યો
તરફથી સંત જલારામ બાપાને પ્રાર્થના.
………….લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા સૌ સ્નેહીજનો. (હ્યુસ્ટન,ટેક્ષાસ)

January 8th 2012

કદરને પાત્ર

……………..કદરને પાત્ર

તાઃ૮/૧/૨૦૧૨ ……………પ્રદીપ બ્રહ્મભટ્ટ

કદર મેળવવા જીવનમાં,ના જોઇએ પાટી કે પેન
શ્રધ્ધા એજ કેડી છે મનની,જે નીમિત બની જાય
. ………………………………………….કદર મેળવવા જીવનમાં.
લગન જ્યાં મનથીલાગે,ત્યાં નિર્મળતા મળી જાય
નિર્મળતાનો સાથ મળે,ત્યાં સઘળુય સચવાઇ જાય
નાની મોટી આફત ભાગે,ને સૌકામ સરળપણ થાય
કદરથાય ત્યાં કરેલકામની,જેને રાહ સાચી કહેવાય
. …………………………………………..કદર મેળવવા જીવનમાં.
સુખદુઃખ સાથે ચાલે જીવનમાં,ત્યાં મહેનત મલકાય
પકડી ચાલતા એક કેડીને,સરળતાનો સંગ થઈજાય
અવનીપરના આગમને,જીવથી મતી ગતી સચવાય
આજ નહીંતો કાલ સુધરશે,જે મુક્તિ માર્ગ દઈ જાય
. ……………………………………………કદર મેળવવા જીવનમાં.

+++++++++++++++++++++++++++++++++

January 7th 2012

પતંગની દોર

……………………પતંગની દોર

તાઃ૭/૧/૨૦૧૨ ……………….પ્રદીપ બ્રહ્મભટ્ટ

ફીરકી તો મારાહાથમાં છે,ને પતંગ ગગનની મઇ
પ્રેમ જોઇ પતંગ દોરીનો,જીવે અનંત શાંન્તિ થઈ
. ……………………………..ફીરકી તો મારા હાથમાં છે.
કળીયુગમાં કેડીનિરાળી,જે પતંગમાં જોવાઇ ગઈ
સતયુગની પણએજ કેડી,જે ફીરકીથી બંધાઇગઈ
કુદરતનીછે અજબલીલા,ના મનથીસમજાયઅહીં
પવિત્ર નિર્મળ સંબંધનીદોરી,સૌને બતાવાઇ ગઈ
. ……………………………….ફીરકી તો મારા હાથમાં છે.
ભુમીનો સંબંધછે ભાવનાથી,જે પ્રીતને જકડે ભઈ
પતંગજેવા ઉડતામનને,એતો પકડમાંલઈલે જઈ
સમજણનો સંગાથમળે જ્યાં,રહે નાકોઇ વિખવાદ
મળે સ્નેહની સરળસુવાસ,ત્યાં પતંગ લહેરી જાય .
. ………………………………. ફીરકી તો મારા હાથમાં છે.

++++++++++++++++++++++++++++++++++++++

January 6th 2012

રાત્રીનો સહવાસ

…………………..રાત્રીનો સહવાસ

તાઃ૬/૧/૨/૨૦૧૨ ………………….પ્રદીપ બ્રહ્મભટ્ટ

તનને શાંન્તિ ને મનનેય શાંન્તિ,ને જીભ પણ સચવાય
મળે જગતમાં શાંન્તિશાંન્તિ,એસહવાસ રાત્રીનો કહેવાય
. …………………………………તનને શાંન્તિ ને મનનેય શાંન્તિ.
જીવનેમળે જ્યાં દેહજગતમાં,દીવસરાત તેનાથી જોવાય
દીવસસંગે મહેનતરાખતાં,દેહને ઉજ્વળજીવન મળીજાય
રાત્રીનો અણસારમળે સંધ્યાએ,ત્યાં જીવ ભક્તિએ દોરાય
મનથી મળેલ ભક્તિએ જીવનો,આ જન્મ સફળ થઈજાય
. …………………………………તનને શાંન્તિ ને મનનેય શાંન્તિ.
અંધકારની ચાદર આવતાં દેહે,મનથી જલાસાંઇ ભજાય
દેહપર ચાદરઓઢતા પથારીએ,પરમાત્માનીકૃપા જથાય
ભક્તિ એક અજબશક્તિ છે,જેનાથી દેહનેસુખ મળી જાય
પ્રભાતની પોકાર સાંભળાતા કાને,વિદાય રાત્રીને દેવાય
. ………………………………….તનને શાંન્તિ ને મનનેય શાંન્તિ.

============================================

January 5th 2012

શીતળ સંધ્યા

…………………..શીતળ સંધ્યા

તાઃ૫/૧/૨૦૧૨………………… પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિની ભઇ કેડી નિરાળી,જ્યાં મોહ માયા ભાગી જાય
શાંન્તિનો સહવાસમળતાં,જીવને શીતળ સંધ્યા દઈજાય
. ………………………………………ભક્તિની ભઇ કેડી નિરાળી.
સદગુણનો સહવાસમળે,ને દેહથી કર્મ પણ પાવન થાય
મારું તારુંની માયા ભાગતાં,જીવનેસુખ શાંન્તિમળી જાય
આવે આનંદ સુખની સાથે,જે નિર્મળસ્નેહ મળતાં દેખાય
નાઉપાધી આવે કોઇ દેહને,કે ના અભિમાન પણ વર્તાય
. ……………………………………….ભક્તિની ભઇ કેડી નિરાળી.
માનવી મન તો પામર છે,જે દેહના વર્તનથી જ દેખાય
કુદરતની આ અતુટ લીલા,માનવ જીવન ભીંજવી જાય
જગતની માયાને એજકડીરાખે,જ્યાં ભક્તિ મનથી થાય
સદારહે સહવાસશાંન્તિનો,નેમળેલ જન્મસફળ થઈ જાય
. ………………………………………..ભક્તિની ભઇ કેડી નિરાળી.

==============================================

January 4th 2012

નિખાલસ મન

…………………..નિખાલસ મન

તાઃ૪/૧/૨૦૧૨ ……………….. પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ જીવન મહેંકી જાય,ને મોહમાયા દુર જાય
એકજ અણસાર મળે સ્નેહનો,મન નિખાલસ થાય
. ……………… …………………..માનવ જીવન મહેંકી જાય.
આવીમળે જ્યાં પ્રેમપારકાનો,ના અભિમાન દેખાય
સઘળા માર્ગ સરળ મળે,પણ આને પવિત્ર કહેવાય
લાયકાતનીકેડી મળે કૃપાએ,જેસાચી ભાવનાદેખાય
માનવતાની જ્યોતપ્રકટે,જ્યાં જલાસાંઇ મળી જાય
. ……………. …………………..માનવ જીવન મહેંકી જાય.
પ્રીતનીપપુડી તો દુરથીવાગે,ના કળીયુગે સંભળાય
દેખાવદેખાવ કરતી આદુનીયા,અંધારે ખોવાઇ જાય
મિત્રતાની એકજ અજબકેડી,સાચા સંબંધો સચવાય
લોભમાગણી દુરફેંકતા,દેહે નિખાલસ પ્રેમ મળીજાય
…………… ………………….. માનવ જીવન મહેંકી જાય.

+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=

January 3rd 2012

આગમન

……………………..આગમન

તાઃ૩/૧/૨૦૧૨ ………………….પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીપરના આગમનને,જીવનો જન્મ દીવસ કહેવાય
આશીર્વાદની નિર્મળકેડીએ,મળેલજન્મ સફળ થઈ જાય
. ………………………………………………….અવનીપરના આગમનને.
એંધાણ મળે જ્યાં આગમનના,ત્યાં સગાસંબધી હરખાય
મળે જીવને દેહ દીકરાનો,માબાપને કુળ ઉજ્વળ દેખાય
પ્રેમ આશીર્વાદની વરસીથતાં,વર્તન સંસ્કારે દેખાઇજાય
આવતીકાલને ઉજ્વળજોવાં,માબાપના હૈયા છે તરસાય
. ………………………………………………….અવનીપરના આગમનને.
જીવને દેહ મળે દીકરીનો,ઘરમાંલક્ષ્મીનુ આગમન થાય
સુખ વૈભવની કેડી મળતાં,સૌને સુખ શાંન્તિ મળી જાય
દીકરી એ તો બને સંસારની કેડી,જે કુળને સંભાળી જાય
બને પારકુ ધન એ પ્રેમથી,ત્યાં કુળની પેઢીઓ સચવાય
. ………………………………………………..અવનીપરના આગમનને.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

« Previous PageNext Page »