June 7th 2012

અંધારી રાત

.                   .અંધારી રાત

તાઃ૭/૬/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

અંધકારમાં જ્યાં નૈયા ચાલે,ના રાહ સાચી મેળવાય
અહીંતહીં ભટકી ચાલતાદેહે,આ જીંદગી વેડફાઇજાય
.                    ………………અંધકારમાં જ્યાં નૈયા ચાલે.
શાંન્તિશોધવા જ્યાંદીવો લીધો,ત્યાં અગ્નિ ભડકી જાય
નાઆવી આરાધના કરેલી,જ્યાં દેખાવની ભક્તિ થાય
લાગણી મોહને માયા વળગી,જીવની રાહ ખોવાઇ ગઈ
નિર્મળતાનો સાગર છુટતાં,જીવનેઅંધારીરાત મળીગઈ
.                   ………………..અંધકારમાં જ્યાં નૈયા ચાલે.
માનવી મનને નિર્મળ શાંન્તિ,સાચી ભક્તિએ મળી જાય
શીતળતાનો સહવાસમળે,જ્યાં જલાસાંઇની ભક્તિ થાય
આવે ઉજાસ જીવનમાંસાચો,જીવને મુક્તિમાર્ગ મળીજાય
પરમાત્માની અસીમ કૃપાએ જ,અંધારી રાત ઉજળી થાય
.                    …………………અંધકારમાં જ્યાં નૈયા ચાલે.

======================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment