June 16th 2012

બચાવો

.                              બચાવો

તાઃ૧૬/૬/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

.          .પરમ કૃપાળુ પરમાત્માએ મનુષ્ય દેહ આપી જીવને કર્મના
બંધનથી જન્મની પરંપરા કે પછી મુક્તિ મેળવવાની તક આપી છે.
આ સાંકળમાંથી બહાર નિકળવાની ઇચ્છા હોય તો કોઇપણ યુગમાં
સાચી ભક્તિ જીવને બચાવે છે.

*  જીવે કરેલ કર્મ એજ તેની તિજોરી છે.
*  દરેક દેહે જીવન દરમ્યાન મહેનત કરવી જ પડે છે.મહેનતના
.    ફળ રૂપે તેને જરૂરીયાત મળે છે.
*  પશુ પક્ષી અને પ્રાણીએ દુનીયામાં આધારીત દેહ છે.જેને બીજા
.   પર આધાર રાખવો પડે છે.
*  મનુષ્ય દેહ એ પરમાત્માની અસીમ કૃપાએ મળે છે.જે કર્મના
.   બંધનમાં બંધાવે યા તેમાંથી મુક્તિ કરાવી શકે છે.
*  દરેક પળને સાચવીને સત્કર્મોનો સાથ મેળવી જીવન જીવતાં
.    દેહનો અંત પરમાત્માના હાથમાં  જ છે તે વિશ્વાસ એ કૃપા છે.
*  કળીયુગમાં દેખાવની ભક્તિ કે પહેરવેશ એ જીવને કર્મમાં જકડી
.   રાખી જીવને દેહ મળતા જ રહે છે કારણ તે મુક્તિથી દુર છે.
*   અંતરમાં વિશ્વાસ અને નિર્મળ સ્વભાવ એ વડીલને વંદનની રાહ
.    આપે છે.
*   ઉંમરનો સંબંધ જન્મ મળેલા દરેક જીવને છે.પણ લાયકાતે જ
.    તેને વંદન અને પ્રણામ મળે છે.

++++++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment