July 3rd 2013

આવતો દીવસ

meenaxi mandir

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.               .  આવતો દીવસ 

તાઃ૩/૭/૨૦૧૩                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

વર્ષમાં એક વખત આવતો દીવસ,જેને જન્મદીવસ કહેવાય
અવનીપરના આગમનને યાદ કરતા,નિર્મળ પ્રેમ મેળવાય
.         …………………એ દીવસ જેને રમાનો જન્મ દીવસ કહેવાય.
માતાપિતાની નિર્મળ રાહે,જુલાઇ ૩ને ૧૯૬૦ના દેહ મળી જાય
પ્રેમ નિખાલસ મળતા જીવનમાં,સરળતાના સોપાનમળી જાય
પાળજ ગામમાં બાળપણ વિતાવતા,સુખ શાંન્તિ પણ સહેવાય
મળે પ્રેમ ભાઇ બહેનનો જીવનમાં,નાકોઇ અપેક્ષા ક્યાંય રખાય
.                    ………………..વર્ષમાં એક વખત આવતો દીવસ.
જીવનસંગીની બની મારી જ્યારથી,અમારુ જીવન મહેંકી જાય
સુખદુઃખને સંભાળી જીવતા,સંત જલાસાંઇની કૃપાય થઈ જાય
મળ્યા સંસ્કારી સંતાન અમનેજીવનમાં,જે દીપલ રવિ કહેવાય
ભક્તિ મહેનત મનથીકરતાં,સંતાનનાજીવન ઉજ્વળ થઈજાય
.                  ………………… વર્ષમાં એક વખત આવતો દીવસ.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++
.          .પરમકૃપાળુ સંત પુજ્ય જલારામ બાપા અને સંત પુજ્ય સાંઇબાબાની અસીમકૃપાએ
આજે મારી જીવનસંગીની અ.સૌ રમાનો જન્મદિવસ છે.આજે તે ૫૩મા વર્ષમાં પ્રવેશ કરે છે
તો પુજ્ય સંતોનો વંદન સહિત પ્રાર્થના કે તેને તન મન અને ધનથી શાંન્તિ આપી અખંડ કૃપા
કરે.        (તાઃ૩/૭/૧૯૬૦  થી તાઃ૩/૭/૨૦૧૩)

લી.પ્રદીપ ના જય જલાસાંઇ.