July 1st 2013

ઉજ્વળતાની કેડી

SitaRam3bal

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.                       .ઉજ્વળતાની કેડી

તાઃ૧/૭/૨૦૧૩                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિનો સંગાથ મળતા,જીવને અનંત  શાંન્તિ થઇજાય
સાચી ભક્તિ મનથી કરતાં,ઉજ્વળતાની કેડી મળી જાય
.                           ………………… ભક્તિનો સંગાથ મળતા.
સરળ જીવનની રાહ મળતા,જીવ અવની પર હરખાય
મળે પ્રેમ અવનીએજ સાચો,ના ભેદભાવ કદી મેળવાય
માનવતાનીમહેંક મહેંકતા,જીવના સદમાર્ગ ખુલી જાય
આવી કૃપા મળે પરમાત્માની,જીવને શાંન્તિ મળી જાય
.                           ………………….ભક્તિનો સંગાથ મળતા.
ભોળાનાથની સાચી ભક્તિએ,માતા પાર્વતી રાજી થાય
ગજાનંદનોપ્રેમ મળે જીવને,જે આ જન્મસફળ કરી જાય
ભક્તિ માર્ગની કેડી મળે જીવને,જ્યાં સંતની કૃપા થાય
જલારામનીજ્યોત પ્રગટે જીવે,ને સાંઇબાબા રાજી થાય
.                         …………………..ભક્તિનો સંગાથ મળતા.

++++++++++++++++++++++++++++++++++