કળીયુગી પુંજા
. . કળીયુગી પુંજા
તાઃ૧૭/૭/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
એક ડૉલરની નોટ હાથમાં રહેતા,લાઇનમાં ઉભા રહી જાવ
દસ ડૉલરની નોટે હાથપકડી,પથ્થરને પગે લગાડવા જાય
. …………………એક ડૉલરની નોટ હાથમાં રહેતા.
ના શ્રધ્ધાની કોઇ કેડી મળે,કે ના કોઇ માનવતા જોવાય
લાંબી લાઇનમાં ઉભા રહી,કળીયુગમાં પ્રભુ કૃપા શોધાય
દમડીની માયા છે એવી,જે માનવીને અનેક રૂપે દેખાય
શાંન્તિની શોધ જીવનમાં માગતાં,ના કોઇ રીતે મેળવાય
. ………………….એક ડૉલરની નોટ હાથમાં રહેતા.
ભોળાનાથની કળીયુગી ભક્તિમાં,નાહવે કેદારનાથ ચઢાય
ગંગા માતાની કૃપા પામવા,ભક્તોથી ના હિમાલય જવાય
મળેપ્રેમ પરમાત્માનો જીવને,જ્યાંસાચીભક્તિ ઘરમાં થાય
આવી બારણે પ્રભુકૃપા રહે,જે જીવને અનુભુતી જ થઈ જાય
. …………………..એક ડૉલરની નોટ હાથમાં રહેતા.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$