July 6th 2013

મળતો સંકેત

.                   .મળતો સંકેત                        

તાઃ૬/૭/૨૦૧૩                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

નાવડી પકડી ચાલતો માનવી,કિનારો શોધતો જાય
મળે નાએકે લહેરપાણીની,ત્યાંથીજ એ મુંઝાતો જાય

લાગણીને પકડી ચાલતો માનવી,મુંઝવણ લેતો જાય
સાથીને શોધતો ડગલે પગલે,નિરાધાર એ થતો જાય

સરળ જીવનને શોધવા ચાલે,દીવસરાત અહીંને તહીં
બાળપણને ભુલાઇ ગયું અને જુવાનીમાં ભટકે છે અહીં

કલમની કેડી ના કાતર જેવી,જીવને જ્યોત આપે છે ભઈ
પ્રેમ નિખાલસ પામી લેવા,ગુજરાતી મળી ગયા છે અહીં

કરેલ કામની કદમ ના શોધો,એ તો મુક્તિ સ્વર્ગની થઈ
ભક્તિ કેરા સંગનેરાખતા દેહે,આદર સત્કાર થશેજ અહીં

લેખ લખેલા જીવના જગે,ના કોઇથી અવનીએ છટકાશે
જલાસાંઈની જ્યોત મેળવતા,ના જીવનમાંએ ભટકાશે

કદર કામની કાલેજ બોલશે,નાકોઇ અપેક્ષા રાખશો અહીં
ઉજ્વળ પ્રેમની રાહ મેળવી,જીવન સાર્થક થઇ જશે ભઇ

+++++++++++=========+++++++++++