આરાસુરી મા અંબા
. . આરાસુરી મા અંબા
તાઃ૯/૭/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આરાસુરી મા અંબાની કૃપાએ,આ જીવન ઉજ્વળ થઇ જાય
મળેલજન્મને સાર્થક જોતા,માતાનીઅસીમકૃપા મળી જાય
. ………………..આરાસુરી મા અંબાની કૃપાએ.
પ્રભાત પહોરે શ્રી અંબે શરણં મમનું,સ્મરણ મનથી થઇ જાય
અંતરમાં આનંદ અનેરો લેતાં,માતાની અપારકૃપામળીજાય
આવી આંગણે મા હેત વર્ષાવે,અનુભવ અંતરમાં તેનો થાય
લાગણીમોહની માયાછુટતાં,જીવપર કૃપામાતાની થઇ જાય
. ………………..આરાસુરી મા અંબાની કૃપાએ.
આરાસુરથી મા અંબા આવે,ને માતા કાળકા કાસોર ગામથી
પ્રેમ ભક્તિ પારખી પ્રદીપ રમાની,માતા તકલીફો દુર કરતી
કૃપાનીવર્ષા પ્રેમે કરતી માતા,જે જીવને રાહ સાચીદઈ દેતી
બંધ આંખે સ્મરણ કરતાં માતાના,કૃપા આંગણે આવીમળતી
. ………………….આરાસુરી મા અંબાની કૃપાએ.
=======================================