July 7th 2013

કીર્તી

.                    . કીર્તી

તાઃ૭/૭/૨૦૧૩                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

શાંન્તિનો સંગાથ મળે જીવનમાં,ને માનવતા મહેંકી જાય
નિર્મળ ભાવથી મહેનત કરતાં,કીર્તીના વાદળ વર્ષી જાય
.                  ………………….શાંન્તિનો સંગાથ મળે જીવનમાં.
અવનીપરનુ આગમન જીવનું,કર્મના બંધનથી મેળવાય
જીવની જ્યોત પ્રગટે અવનીએ,જ્યાં શ્રધ્ધા સાચી પકડાય
મળતી બંધનની કેડી જીવને,જગતે માર્ગ અનેક દઈ જાય
સમજી વિચારી પગલું ભરતા,સફળતાએ કીર્તી મળી જાય
.                   …………………શાંન્તિનો સંગાથ મળે જીવનમાં.
અનેક રાહ મળે જીવને જગતે,સમજીને એકજ રાહ પકડાય
સરળતાનો સંગાથ રહેતા,સફળતાનોય  સંગાથ મળી જાય
જન્મ સાર્થક બનતો જાય,જ્યાં સંત જલાસાંઇની કૃપા થાય
ના અપેક્ષા રાખતા જીવનમાં,સરળતા સાથ આપતી જાય
.                   ………………….શાંન્તિનો સંગાથ મળે જીવનમાં.

+++++++++++++++++++++++++++++++++++++