July 10th 2013

સાચી લાગણી

.                   . સાચી લાગણી

તાઃ૧૦/૭/૨૦૧૩                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળતાનો સંગ રાખીને જીવતા,માનવતા મહેંકી જાય
સાચી લાગણી અંતરથી નીકળતા,સુખશાંન્તિ મળી જાય
.                   ………………….નિર્મળતાનો સંગ રાખીને જીવતા.
ઉજ્વળ રાહ મળે જીવનમાં,ના મોહ માયા કોઇ અથડાય
સુખશાંન્તિના વાદળ ધેરાતા,પાવન કર્મ જીવનમાંથાય
નારીને  નારાયણી સમજતાં,અનેક જીવો મળી હરખાય
કર્મની કેડી સાચી રાહે મળતા,જીવ  મુક્તિ માર્ગે દોરાય
.                   ………………….નિર્મળતાનો સંગ રાખીને જીવતા.
માનવદેહ મળે અવનીએ જીવને.એજ પ્રભુ કૃપા કહેવાય
કર્મની સાચી કેડી મળતા દેહથી,જીવ સત્કર્મોથી સહેવાય
સાચી લાગણી નીકળે જીવથી,જ્યાં જલાસાંઇની કૃપાથાય
આવી આંગણે પ્રેમ મળે સર્વનો,જીવની લાયકાત કહેવાય
.                 ……………………નિર્મળતાનો સંગ રાખીને જીવતા.

=====================================