July 5th 2013

ભણતર

.                   . ભણતર

તાઃ૫/૭/૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને મળે ઉજ્વળતા જીવનમાં,જ્યાં સમયને સચવાય
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં ભણતરની રાહને પકડાય
.              ……………..જીવને મળે ઉજ્વળતા જીવનમાં.
અવનીપરનુ આગમન જીવને, કર્મના બંધને લાવીજાય
દેહ મળતા જીવને અવનીએ,માબાપનો પ્રેમ મળી જાય
સમજ મગજને સંસ્કારે મળતી,જે સમય સમયે સમજાય
આવતીકાલને પારખવા,મનમાં વિચારની ધારાઓથાય
.                …………….જીવને મળે ઉજ્વળતા જીવનમાં.
ભણતર એ ચણતર જીવનનું,સાચી રાહ મળતા સમજાય
ગણી લીધેલા પાપને મનથી,સમયે દુર તેનાથીજ જવાય
મળતી ઉજ્વળકેડી પકડવા,ભણતરની રાહ સાચીપકડાય
જન્મસાર્થક પ્રભુકૃપાએ થાય,જ્યાં સાચીભક્તિરાહ લેવાય
.             ………………..જીવને મળે ઉજ્વળતા જીવનમાં.

=================================