July 18th 2013

નિર્મળ

.                   . નિર્મળ

તાઃ૧૮/૭/૨૦૧૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ પ્રેમ ને નિર્મળ ભક્તિ,જીવને આપે છે અખુટ શક્તિ
સરળતામાં જીવન સાચવતા,મુક્તિ મળે છે જીવને દેહથી
.                    ………………….નિર્મળ પ્રેમ ને નિર્મળ ભક્તિ.
કામણગારી તો આ કાયા છે,અવનીએ દેહ મેળવતા જ દેખાય
કર્મનાબંધન એતો મળતી કેડી,જીવને જન્મ મળતા સમજાય
નિશ્વાર્થ ભાવના રહેતા પ્રેમમાં,જીવને નિર્મળતા આપી જાય
શાંન્તિનો સંગાથ મળતા જીવને,સાચો ભક્તિ પ્રેમ મળી જાય
.                    …………………. નિર્મળ પ્રેમ ને નિર્મળ ભક્તિ.
ભક્તિમાં ના બંધન છે કોઇ,કે ના કોઇ દેખાવ પણ અડી જાય
સાચા મનથી કરતાં ભક્તિ,સંતજલાસાંઇના માર્ગે લઇ જાય
મોહ કે માયા નાસ્પર્શે જીવને,અતુટ ભક્તિ જીવને મળી જાય
ભક્તિની શક્તિ છે  નિરાળી,ના જીવને કોઇથી કદી દુભાવાય
.                     ………………….નિર્મળ પ્રેમ ને નિર્મળ ભક્તિ.

+++++++++++++++++++++++++++++++++++++