નેતાજી
. . નેતાજી
તાઃ૨૯/૭/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જી જી કરતા અહીંતહીં રખડી,બની ગયા એ નેતાજી
આંગળી પકડતા વાર લાગતા,લાકડી પકડીચાલેજી
. ………………….જી જી કરતા અહીં તહીં રખડી.
સંબંધની ના સમજ કોઇ,કે ના કોઇને પોતાના માનેજી
આવીઆંગણે લાગણી બતાવે,તેની પાછળ એ દોડેજી
શીતળતાની નાકેડી મળે,જાણે ભીખ માગવા આવેજી
નાતજાતને તો આઘીમુકી,માનવતા શોધવા લાગેજી
. ………………….જી જી કરતા અહીં તહીં રખડી.
ગરવી ગાથા શોધવા કાજે,અહીંતહીં દ્રષ્ટિને રાખે જઈ
નાઅંધકાર મળે કેનાઉજાસ,રાતદિવસ એ ભટકે અહીં
સફળતા શોધવા માનવી શોધે,ભટકી ભીખ માગે જઈ
અંતે એકજ લાકડી પડતા,ના હાથમાં તેના આવે કંઇ
. ………………….જી જી કરતા અહીં તહીં રખડી.
+++++++++++++++++++++++++++++++++++