ભક્તિરાહ
. . ભક્તિરાહ
તાઃ૩૧/૭/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભજન ભક્તિનો સંગ નિરાળો,શ્રધ્ધાપ્રેમથી સમજાય
મળે કૃપા પરમાત્માની જીવને,એ લાયકાત કહેવાય
. ………………….ભજન ભક્તિનો સંગ નિરાળો.
મનથી માળા કરતાં પ્રભુની,જીવનમાં શાંન્તિ થાય
ઉજ્વળતાની કેડી મળતા,આ જન્મ સફળ થઇ જાય
મોહમાયાની કાતરછુટે,જ્યાં ભજન ભાવનાથી થાય
શ્રધ્ધા સાચી મનમાં રાખતાં,પ્રભુ કૃપાય મળી જાય
. ……………………ભજન ભક્તિનો સંગ નિરાળો.
મૃત્યુની ના કોઇ ચિંતા દેહને,જ્યાં માનવતા મેળવાય
જલાસાંઇની દીધેલ રાહે,માનવી માનવીને મળી જાય
પ્રેમનીવર્ષા જીવનમાં પડતા,જીવને શાંન્તિ થઈ જાય
ભક્તિરાહ મળતા જીવનમાં,ના આધીવ્યાધી અથડાય
. ……………………ભજન ભક્તિનો સંગ નિરાળો.
=====================================