July 16th 2013

જીવને મળે

.                   .જીવને મળે   

તાઃ૧૬/૭/૨૦૧૩                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળશે માયા ને મળશે મોહ,કરશે આ માનવ જીવન ફોગ
નિર્મળતાનો નાસંગ રહેશે,ને માનવતાની કરવાની શોધ
.                      …………………..મળશે માયા ને મળશે મોહ.
દેહ મળે છે અવનીએ જીવને,જ્યાં કર્મની કેડી મળી જાય
કરેલ કર્મ સંકેત બને જીવના,ના કોઇ જીવથી કદી છટકાય
સરળતાનો સંગાથ મળે છે,જ્યાં જલાસાંઇની ભક્તિ થાય
બંધન છુટતા જીવના દેહથી,જીવને મુક્તિમાર્ગ મળીજાય
.                     …………………….મળશે માયા ને મળશે મોહ.
આજકાલને આંબી લેવા,દેહના કર્મબંધન સમજીને પકડાય
સાચી રાહ જીવનમાં મળતા,ના કદી કોઇ અનીતિ અથડાય
મનનેશાંન્તિ ને તનને શાંન્તિ,એ સાચી જીવનરાહ કહેવાય
પ્રભુ કૃપા અને પ્રભુ પ્રેમ મળતાં,મોહમાયા પણ ભાગી જાય
.                       …………………..મળશે માયા ને મળશે મોહ.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

July 16th 2013

જય ખોડીયાર મા

mata

 

 

 

 

 

 

 

 

 

 

 

.                . જય ખોડીયાર મા

તાઃ૧૬/૭/૨૦૧૩                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારા ચરણ સ્પર્શથી,જીવને અનંત શાંન્તિ થાય
ઉજ્વળ જીવન દેજો માડી,એ જ પ્રેમથી માગણી થાય
.                      …………………માડી તારા ચરણ સ્પર્શથી.
પુષ્પગુચ્છના ચરણ સ્પર્શથી,મા તારી કૃપા મળી જાય
અંતરમાં આનંદ અનેરો,ને મનને  અનંત શાંન્તિ થાય
ખોડીયાર ખોડીયાર સ્મરણ કરતાંજ,સવાર સુધરી જાય
નિર્મળતાનો સંગ મળતા જીવને,સાચી કેડી મળી જાય
.                    …………………..માડી તારા ચરણ સ્પર્શથી.
મળે માના આશિર્વાદ પ્રદીપને,જ્યાં પ્રભાતે પુંજા થાય
ભક્તિભાવને પારખી માડી,અખંડ કૃપા પ્રેમ આપી જાય
મોહમાયાને દુર રાખી માતા,જીવન ઉજ્વળ કરતી જાય
પ્રેમની વર્ષા કરતી માડી,કૃપાનીકેડી પાવન કરતીજાય
.                  …………………….માડી તારા ચરણ સ્પર્શથી.

******************************************