July 11th 2013

અમેરીકામાં શું મળે?

.                    . અમેરીકામાં શું મળે?        

તાઃ૧૧/૭/૨૦૧૩                                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

*    અમેરીકામાં આવતાં સૌ પ્રથમ તમને દેખાવ મળે.દેખાવમાં કપડાં અને
સૌદર્યને વધુ મહત્વ અપાય છે એટલે તમને ખર્ચો મળે.

*     આપણે મેળવેલ ભણતરની અહીં આવતા કોઇ જ કદર નથી એટલે અહીં
આવતા બેકારી મળે અને મજુરીની નોકરી સ્વીકારવી જ પડે.

*     અહીંયા કોઇપણ નોકરી માટે અરજી કરતાં બીજો પ્રશ્ન તમારી ઉંમરનો હોય
છે એટલે અમેરીકામાં રીટાયર્ડની જવાબદારી કંપની લેવા તૈયાર નથી અને
સાતમો પ્રશ્ન એ હોય છે કે તમે મુળ ક્યાંથી આવ્યા છો કારણ અમેરીકનને ખબર
છે કે  એક ભારતીય છ અમેરીકનનું કામ એકલો મહેનતથી કરી શકે છે જે તેને
ગળથુથીમાં મહેનત મળી છે એટલે નોકરી ના આપે.

*      અમેરીકાના નાગરીક થવાના હક્કથી આવો એટલે તમને કોઇપણ મોટી
કંપનીમાં રાત્રે કે દીવસે માલ ગોઠવવાની કે ગ્રાહકોને મદદ કરવાની કે લારીયો
ખેંચવાની નોકરી તરત મળે કારણ આપણા જ લોકો તેમાં કામ કરતા હોય છે અને
અમેરીકામાં તેમને આ કામ માટે જરૂર હોય છે જ.

*         અમેરીકામાં ડૉકટરના થોડા ભણતરથી તમને તક મળે. આ દેશમાં સૌથી
વધારે શાંન્તિ તેમને છે કારણ અહીંયા ગેસ અને ઇલેક્ટ્રીસીટીના હવામાનમાં સૌથી
વધારે પ્રદુષણ થાય છે કાર સેટેલાઇટ અને ફોન એ સૌથી વધારે દુષણ પેદા કરે છે
જેથી હાડકા ચામડી અને શરીર ના સ્વાસ્થ્યની ખુબજ તકલીફો થાય છે અને તેથી
ડૉકટર પૈસા કમાય છે અને તેનુ મુળ એ વિમાની જરૂરીયાત જે દર્દીના પૈસા વિમા
કંપની તમારા ઇન્સ્યોરન્સમાંથી આપે છે. એટલે દેશમાં ડૉકટર અને વિમા કંપની
સધ્ધર છે.

*           આ દેશમાં કોઇને આપણે સાચા દીલથી પોતે નુકશાન ભોગવીને પણ મદદ
કરીએ તો ફક્ત  થેંક્યુ  કહી નીકળી જાય અને આપણે જરૂર પડે તો દેખાય પણ નહીં
એટલે આપણને નિરાશા મળે અને દુઃખ પણ થાય.આ દેશમાં શબ્દ સિવાય કશું જ
નથી મળતું.

*            અમેરીકામાં લાકડાના જ ઘર હોય છે કારણ ઝાડ તો કુદરતની દેન છે એટલે
કે તે મફત મળે અને બીજી વાત એ કે અહીં હવામાનનો કોઇ ભરોસો નહીં એટલે ઘરમાં
ઠંડી અને ગરમી માટે ઇલેક્ટ્રીક વપરાય એટલે ખોટા ખર્ચા મળે.

*            અમેરીકાના દેખાવથી રંગાયેલ સંતાન માબાપને અહીંયા બોલાવે થોડો સમય
પોતાની સાથે રાખે અને પછી જીભનો ઉપયોગ કરી તેમને ઘરડા ઘરમાં મુકી તેમના
સરકારથી મળતા પૈસાથી લહેર કરે અને ફાધર ડે અને મધર ડેના દીવસે દેખાવથી
બોલાવી માબાપની લાગણી મેળવવા પ્રયત્ન કરે છે પણ તેમને હાય લાગે છે. છતાં
માબાપ ભારત જાય તો સંતાન માટે કદી ખરાબ બોલતા નથી જે તેમના સંસ્કાર છે.

*        અમેરીકામાં આવતાં ઉપરની વાતો ઘણી વિચારી અને સહન કરવાની તૈયારી
સહિત પગ મુકવો. આ દેશમાં એક જ વાત અગત્યની છે કે આ દેશમાં ભણતરમાં અનીતિ
નથી એટલે આદેશમાં સાચા દિલથી મહેનત કરીને સંતાન લાયકાત મેળવે તો દુનીયામાં
તે સારૂ કમાઇ શકે. જ્યારે બીજા દેશોમાં ભણતરમાં અનીતિ જોવા મળે છે.

====ઉપરોક્ત લખાણ એ અમારો અનુભવ છે અને તેમાં શંકાને કોઇજ સ્થાન નથી.====

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++