મળેલ પ્રેમ
. . મળેલ પ્રેમ
તાઃ૪/૭/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળતો પ્રેમ અપાર જીવને,જ્યાં નિર્મળતા સહેવાય
માનવતાની મહેંક પ્રસરતા,સ્વર્ગીયસુખ મળી જાય
. ………………….મળતો પ્રેમ અપાર જીવને.
સંતાનને સાચી રાહ મળે,જ્યાં માબાપને વંદન થાય
ઉગમણી ઉષાને નિરખતા,માતાનાચરણે સ્પર્શ કરાય
મનથી રાખી પ્રેમ નિખાલસ,સાચીભક્તિ પ્રેમથી થાય
મળે પ્રેમની વર્ષા જીવને,જ્યાં જલાસાંઇની પુંજા થાય
. …………………..મળતો પ્રેમ અપાર જીવને.
વંદન કરતાં વડીલને પ્રેમે,સાચા આશિર્વાદ મળી જાય
ઉજ્વળ જીવનમાં રાહ મળે,એજ સાચી શ્રધ્ધા કહેવાય
એકજ ટપલી મળે ગુરૂની,નિર્મળ કેડી જીવને મળી જાય
સાર્થક જન્મનીરાહ મળતા,જીવનેમુક્તિમાર્ગ મળીજાય
. …………………..મળતો પ્રેમ અપાર જીવને.
+++++++++++++++++++++++++++++++++