June 2nd 2017

કર્મસંબંધ

.          .કર્મસંબંધ   

તાઃ૨/૬/૨૦૧૭           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પરમકૃપા અવનીપર,કરેલ કર્મના સંબંધ જીવને સ્પર્શી જાય
અનેકદેહ અવનીપર મળે જીવને,જે આગમન વિદાયની કેડીએ સમજાય
......પાવનરાહની કેડી મળે માનવીને,બીજા દેહો આધારીત જીવન જીવી જાય.
માનવ દેહને મળે સમજણ વર્તનની,જે થકી જીવનમાં સમજીને જીવાય
લાગણી મોહ ને વર્તન વાણી સ્પર્શે જીવને,માનવદેહમાં એ અનુભવાય
કુદરતની પાવન કૃપા મળે જીવને,જ્યાં નિખાલસતાએજ જીવન જીવાય
નિર્મળ ભક્તિની રાહ પકડતા જીવનમાં,પુંજન અર્ચન શ્રધ્ધાએ થઈ જાય
......પાવનરાહની કેડી મળે માનવીને,બીજા દેહો આધારીત જીવન જીવી જાય.
સમય પકડવાની તાકાત નાકોઇની જગતમાં,કળીયુગ સતયુગથી દેખાય
કર્મ એ દેહને સ્પર્શે વર્તનથી,જીવનમાં કુદરતની અજબકૃપાએ સમજાય
પ્રેમભાવથી પરમાત્માની પુંજા કરતા,તેમની કૃપાએ જીવતર પાવન થાય
આંગણે આવી ઉજ્વળ સવાર મળતા,દેહને પ્રભાતપણ પાવન મળીજાય
......પાવનરાહની કેડી મળે માનવીને,બીજા દેહો આધારીત જીવન જીવી જાય.
===========================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment