June 3rd 2017
. .રામનામની માળા
તાઃ૩/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
રામનામની માળા જપતા,જીવને પરમાત્માની પરમકૃપા મળી જાય
મોહમાયાની આંગળી છોડતા,મળેલ માનવ દેહ પાવન થઈ જાય
.....એજ કૃપા અવિનાશીની,જે લીધેલ દેહને અવનીએ પાવનપ્રેમે પુંજાય.
જકડ દેહની જ જીવને અડે,જે આવન જાવનથી જગતમાં સમજાય
નિર્મળભાવનાનો સંગ રાખતા,મળેલ દેહને સદાય શાંંન્તિ મળી જાય
અવનીપરનો એ દેહ છે પરમાત્માનો,જેને રામના નામથી ઓળખાય
મનથી કરેલ જાપ શ્રીરામના,સંગે સીતામાતાનો પ્રેમ પણ મળી જાય
.....એજ કૃપા અવિનાશીની,જે લીધેલ દેહને અવનીએ પાવનપ્રેમે પુંજાય.
કર્મનીકેડી એ બંધન છે જીવના,એ મળેલદેહના વર્તનને અડી જાય
ભજનભક્તિને શ્રધ્ધાએ કરતા,ના અપેક્ષાના વાદળ જીવને મળીજાય
દેખાવની દુનીયા સ્પર્શે છે કળીયુગમાં,જે નિખાલસતાએજ સમજાય
મળે માનવતાનો સાથ જીવનમાં,જ્યાં શ્રી રામની પ્રેમથી પુંજા થાય
.....એજ કૃપા અવિનાશીની,જે લીધેલ દેહને અવનીએ પાવનપ્રેમે પુંજાય.
======================================================