June 15th 2017

જય ગંગામૈયા

.          .જય ગંગામૈયા

તાઃ૧૫/૬/૨૦૧૭          પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રરાહ મળે દેહને અવનીએ,જ્યાં મા ગંગામૈયાને વંદન થાય
પરમાત્મા ભોલેનાથની કૃપાએ,ગંગામૈયા અવનીપર અવતરી જાય.
......પવિત્ર ભુમી કરી મા ગંગાએ,જ્યાં જીવનો જન્મ સફળ થઈ જાય.
અર્ચના કરી શ્રધ્ધાએ વંદન કરતા,માતાની કૃપાની વર્ષા થઈ જાય
મળેલ જન્મને પવિત્રરાહ મળે,જીવને પરમાત્માની કૃપા મળી જાય
પાવનરાહે જીવનમાં ચાલતા જ,ના કદી કોઇ આફત સ્પર્શી જાય
માનવજીવન એછે કર્મનાબંધન,જે ગંગામૈયાની કૃપાએ છુટી જાય
......પવિત્ર ભુમી કરી મા ગંગાએ,જ્યાં જીવનો જન્મ સફળ થઈ જાય.
ૐ નમઃ શિવાયના પ્રભાતના સ્મરણે,મા ગંગાની અમૃત વર્ષા થાય
પવિત્ર જીવન ને પવિત્રશ્રધ્ધા,એજ પાવનકર્મ જીવનમાં કરાઇ જાય
મળે માનવદેહ પર કૃપા ભોલેનાથની,મળેલ જન્મ સફળ થઈ જાય
એજ કૃપા મા ગંગામૈયાની અવનીએ,જે જીવનને પાવન કરી જાય
......પવિત્ર ભુમી કરી મા ગંગાએ,જ્યાં જીવનો જન્મ સફળ થઈ જાય.
======================================================
June 15th 2017

લાગણી કે માગણી

.         .લાગણી કે માગણી  

તાઃ૧૫/૬/૨૦૧૭            પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્ર પાવન રાહ મળે જીવને,જ્યાં અંતરથી લાગણીએ પ્રેમ થાય
કળીયુગ કેરી ચાલમાં રહેતા,જીવને અપેક્ષાસંગે માગણી અડી જાય
.....એ અદભુત લીલા પરમાત્માની,જે સાંકળ બની જીવોને જકડી જાય.
માનવતાની મહેંક પ્રસરે અવનીએ,જે મળેલ દેહના વર્તનથી દેખાય
સફળતાની કેડી મળે દેહને,જ્યાં સંબંધીઓની લાગણી સ્પર્શી જાય
નિર્મળ લાગણી એજ સ્પર્શે જીવને,જે થતા અનુભવથી જ સમજાય
મળેલ દેહને કૃપાજ સમજતા અવનીએ,સફળતાના વાદળ અડી જાય
.....એ અદભુત લીલા પરમાત્માની,જે સાંકળ બની જીવોને જકડી જાય.
સમય સ્પર્શે જ્યાં દેહને અવનીપર,ત્યાં જીવની માગણી વધતી જાય
અપેક્ષાનો સંગાથ રહેતા દેહને,પળેપળ તકલીફોજ અડતી થઈ જાય
મોહ લાગે જ્યાં માગણીનો જીવનમાં,ત્યાં નાકોઇ સત્કર્મ પણ થાય
લાગણી માગણી એજ સ્પર્શ જગતમાં,સમયથી સાંકળેજ જકડી જાય
.....એ અદભુત લીલા પરમાત્માની,જે સાંકળ બની જીવોને જકડી જાય.
======================================================