June 20th 2017
........
. .ગજાનંદ શ્રી ગણેશ
તાઃ૨૦/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
રીધ્ધી સીધ્ધીની અનંત કૃપા મળે,જ્યાં ગણપતિજીનુ પુંજન થાય
શ્રધ્ધારાખી માતાને વંદન કરતા,જીવને પાવનરાહ પણ મળી જાય
....અજબ શક્તિશાળી સંતાન માપાર્વતીના સંગે ભોલેનાથ પણ હરખાય.
પવિત્ર રાહની કેડી મળે જીવનમાં,કરેલ કર્મથી જીવન પાવન થાય
ભક્તિમાર્ગને પકડી ચાલતા,જગતપિતા ભોલેનાથની કૃપા પણ થાય
મળેલ માનવદેહ જીવને કર્મથી જકડે,જગતમાં ના કોઇથી છટકાય
પાવન પ્રેમની વર્ષા થતા,રીધ્ધી સીધ્ધી સંગે શ્રી ગણેશજી હરખાય
....અજબ શક્તિશાળી સંતાન માપાર્વતીના સંગે ભોલેનાથ પણ હરખાય.
નિર્મળ ભાવના સંગે પ્રાર્થના કરતા,ઘરનુ આંગણુય પાવન થઈ જાય
ઉજવળ જીવનની જ્યોત પ્રગટતા,અનેક જીવોનો પવિત્રપ્રેમ મેળવાય
આગમન વિદાયનો સંબંધ છુટતા,જીવને કૃપાએ મુક્તિમાર્ગ મળીજાય
જીવને મળેલ માનવદેહ અવનીએ,અંતે પરમાત્માને શરણે આવીજાય
....અજબ શક્તિશાળી સંતાન માપાર્વતીના સંગે ભોલેનાથ પણ હરખાય.
======================================================