June 23rd 2017

કર્મના બંધન

.Image result for કર્મના બંધન
.          .કર્મના બંધન   

તાઃ૨૩/૬/૨૦૧૭            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કરેલ કર્મનાસંબંધ છે જીવને,જે મળેલ દેહથી અવનીપર દેખાય
જીવને મળતા દેહ અવનીપર,કરેલ કર્મની કેડીને સમજાઇ જાય
.....એ પાવન કૃપા છે પરમાત્માની,મળેલ જન્મમરણને સ્પર્શી જાય.
અવનીપરનું આગમનથી દેહ મળતા,ત્યાં કરેલ કર્મની પરખ થાય
માનવદેહ એ ઉત્તમકૃપા છે જીવપર,જે સત્માર્ગે જીવને દોરી જાય
સમયને પારખીને જીવન જીવતા,મળેલ દેહની મહેંક પ્રસરતી જાય
શ્રધ્ધાભક્તિની પવિત્રરાહ પારખે,ના અભિમાન કે આફત અથડાય
.....એ પાવન કૃપા છે પરમાત્માની,મળેલ જન્મમરણને સ્પર્શી જાય.
માયાનો સંબંધ છે દેહને અવનીએ,જીવને દેહ મળતા અનુભવાય
કુદરતની અજબશક્તિ છે જગતપર,સતયુગ કળીયુગથી મળી જાય
માનવદેહે મળે કેડી જીવને,સમય પારખવા જલાસાંઈની કૃપા થાય
ઉજવળ જીવનની રાહ મળે,જ્યાં આંગણે પરમાત્માય આવી જાય
.....એ પાવન કૃપા છે પરમાત્માની,મળેલ જન્મમરણને સ્પર્શી જાય.
===================================================