June 4th 2017

મા કાળકા

Image result for મા કાળકા
.       .મા કાળકા

તાઃ૪/૬/૨૦૧૭        પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અજબ શક્તિશાળી માકાળકાની,પરમકૃપાએ પાવનરાહ મળી જાય
કર્મની શીતળ રાહે માતાને પુંજતા,મળેલ જીવન ઉજવળ થઈ જાય
.....મળે માતાની પરમકૃપા દેહને,જ્યાં ૐ ક્રીં કાલિયે નમઃથી સ્મરણ થાય.
શ્રધ્ધા રાખી માતાને વંદન કરતા,મનને અનંત શાંંન્તિ મળી જાય
કૃપાની પવિત્રકેડી મળે પ્રદીપને,જ્યાં મા કાળકાને ધુપદીપ કરાય
કુળદેવીની કૃપા મળે સંસારમાં,પાવનમાર્ગે કુટુંબ પણ ચાલી જાય
આજકાલને દુર રાખીને જીવતા,જગતમાં આગમનથી દુર રહેવાય
.....મળે માતાની પરમકૃપા દેહને,જ્યાં ૐ ક્રીં કાલિયે નમઃથી સ્મરણ થાય.
સરળ જીવનની રાહ મળે જીવને,જે માતાની કૃપાએ અનુભવાય
ના અપેક્ષાની કોઇ સાંકળ મળે,જે જીવને કાયમ દુઃખ દઈ જાય
આજકાલ જગતમાં બંધનથીસ્પર્શે,જ્યાં દેહને કળીયુગ અડી જાય
મુક્તિમાર્ગની રાહ મળે જીવને,જ્યાં માતાની કૃપા જીવ પર થાય
.....મળે માતાની પરમકૃપા દેહને,જ્યાં ૐ ક્રીં કાલિયે નમઃથી સ્મરણ થાય.
========================================================