June 29th 2017

સ્પર્શે માયા

.          .સ્પર્શે માયા 

તાઃ૨૯/૬/૨૦૧૭            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

કુદરતની છે આ કામણગારી લીલા,જે સમયની સંગે ચાલી જાય
કરેલકર્મના બંધન સ્પર્શે જીવને,કળીયુગ સતયુગના બંધને દેખાય
....અજબલીલાનો સંગ મળે,ત્યાંજ જીવનમાં માયાનો સ્પર્શ થઈ જાય.
અવનીપરનુ આગમન એ કર્મની કેડી,જીવ આવનજાવનથી બંધાય
લાગણીને મોહ એ સ્પર્શે દેહને,જે દેહથી થતા કર્મથી જ સમજાય
માનવદેહ કૃપા પરમાત્માની,જીવથી ભક્તિએ મુક્તિ માર્ગ મેળવાય
આગમન વિદાયએ જીવનીકેડી,અનેક દેહથી અવનીએ મળી જાય
....અજબલીલાનો સંગ મળે,ત્યાંજ જીવનમાં માયાનો સ્પર્શ થઈ જાય.
મોહ એ લાગણીની કેડી,ઘણી વખત નિર્મળ જીવનને અડી જાય
સરળ જીવનનીરાહ મળેદેહને,જ્યાંશ્રધ્ધાએ જલાસાંઇનીભક્તિ થાય
પ્રેમની પાવનરાહ મળતા જ,ના કોઇ અપેક્ષાના વાદળ વર્ષી જાય
મળેલ માનવ જીવનને નાસ્પર્શે,મોહકેમાયા જે જીવને જકડી જાય
....અજબલીલાનો સંગ મળે,ત્યાંજ જીવનમાં માયાનો સ્પર્શ થઈ જાય.
======================================================