June 9th 2017

અજ્ઞાન

.             .અજ્ઞાન  

તાઃ૯/૬/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
માનવજીવન એજ કૃપા પ્રભુની,જે જીવને કર્મની કેડીથી સમજાય
મળેલ જન્મને સાર્થક કરવા,જીવનમાં સતકર્મની સાંકળને પકડાય
....વર્તન સમજીને કરતા જીવને,પ્રભુકૃપાએ જ્ઞાનથી જીવન પાવન મળી જાય.
અવનીપરના આગમનને યુગસ્પર્શે,જે દેહને ઉપર નીચે લઈ જાય
જીવને બંધનછે કર્મના અવનીપર,એજ જ્ઞાન અજ્ઞાનથી સમજાય
સમજણની રાહ પવિત્ર છે,જે મળેલ દેહના વર્તનથી સ્પર્શી જાય
કુદરતની લીલા છે અતિન્યારી,જે જીવના આવનજાવનથી દેખાય
....વર્તન સમજીને કરતા જીવને,પ્રભુકૃપાએ જ્ઞાનથી જીવન પાવન મળી જાય.
સફળતાનો સહવાસ મળે જીવનમાં,જ્યાં નિર્મળતાનો સંગ લેવાય
અનેક ઉપાધીને આંબી લેવા જીવનમાં,જલાસાંઇની કૃપા મેળવાય
અપેક્ષાના વાદળ એ કળીયુગની સાંકળ,ના કોઇ જીવથી છટકાય
નિર્મળ જીવનની રાહ પામવા જીવનમાં,અજ્ઞાનતાથી દુરજ રહેવાય
....વર્તન સમજીને કરતા જીવને,પ્રભુકૃપાએ જ્ઞાનથી જીવન પાવન મળી જાય.
==========================================================