June 19th 2017

સગપણ

...Image result for સગપણ...
.            .સગપણ 
તાઃ૧૯/૬/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને મળેલ દેહ અવનીપર,એ જીવના કર્મના બંધન જ કહેવાય
આગમન ને વિદાયએ જીવના સંબંધ,પરમાત્માની કૃપાએ સચવાય
.....મળેલ દેહનાસંબંધ એ સગપણ જીવનુ,જે અવનીએ આવતા મળી જાય.
માનવદેહ મળે જીવને માબાપની કૃપાએ,જે કુટુંબના સંબંધ દઈ જાય
બાળપણ જુવાનીને ઘૈડપણએ સ્પર્શે દેહને,એ સમયથી પરખાઈ જાય
જીવને મળેલ દેહને સગપણ અવનીપર,જે આગમન થતા મળતો જાય
નિર્મળજીવન જીવતા સંગે કૌટુંબીક સંબંધ,એ માનવતાને સ્પર્શી જાય
.....મળેલ દેહનાસંબંધ એ સગપણ જીવનુ,જે અવનીએ આવતા મળી જાય.
અનેકદેહ અવનીપર આવે જાય,એ જીવને કર્મના બંધનથી મળી જાય
સગપણ દેહના મળે આગમને,ને પરમાત્માનીકૃપાએ સત્કર્મ દેહથી થાય
પવિત્રકર્મ એ મળેલ દેહને શાંંન્તિ આપે,જે જલાસાંઇની રાહે લઈ જાય
અવનીપર આગમનવિદાયના બંધન છુટે,જે જીવને મુક્તિમાર્ગે દોરીજાય
.....મળેલ દેહનાસંબંધ એ સગપણ જીવનુ,જે અવનીએ આવતા મળી જાય.
=========================================================
June 19th 2017

શ્રી શંકરનાથ

...Related image...
.          .શ્રી શંકરનાથ    

તાઃ૧૯/૬/૨૦૧૭           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અજબ શક્તિશાળી છે પરમાત્મા,અનેક નામોથી અવનીએ ઓળખાય
અવનીપરના પવિત્ર જીવો પર એકૃપા કરે,અંતે ભોલેનાથ પણ કહેવાય
......એજ શંકર ભગવાન છે,માતા પાર્વતીના પતિ ને ગણેશજીના પિતા કહેવાય.
ૐ નમઃ શિવાયના મંત્ર જાપથી,જીવને અવનીપર પરમકૃપા મળી જાય
પરમ શ્રધ્ધા ભોલેનાથની રાખતા,માતા પાર્વતીના આશિર્વાદને મેળવાય
સોમવારની પવિત્ર સવારે પુંજન કરતા,નાકોઇ આફત જીવને ઘેરી જાય
શ્રી શંકર ભોલેનાથની અજબકૃપા છે,જે અનેક નામથી વંદન થઈ થાય
......એજ શંકર ભગવાન છે,માતા પાર્વતીના પતિ ને ગણેશજીના પિતા કહેવાય.
શિવલીંગને શ્રધ્ધાએ દુધઅર્ચના કરતા,પાવનરાહ પ્રભુ ભોલેનાથથી લેવાય
માતા પાર્વતીને સંગે પુત્ર શ્રીગજાનંદ ગણપતિ,પરમપ્રેમની વર્ષા કરી જાય
અવનીપરનુ આગમન એકર્મબંધન,જે શ્રી ભોલેનાથની કૃપાએ છુટી જાય
જીવનાબંધન અવનીપર આવનજાવનના,જે પ્રભુકૃપાએ મુક્તિ મળી જાય
......એજ શંકર ભગવાન છે,માતા પાર્વતીના પતિ ને ગણેશજીના પિતા કહેવાય.
==============================================================