June 5th 2017

કુટુંબની કેડી

.         .કુટુંબની કેડી 

તાઃ૫/૬/૨૦૧૭            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કુદરતની આ અજબકેડી છે,જે જીવનની જ્યોત પ્રગટાવી જાય
કર્મના સંબંધ એ દેહને સ્પર્શે,મળેલ દેહને અનુભવ આપી જાય
......જે જીવને આવન જાવનના બંધનમાં,કુટુંબની કેડીએ બાંધી જાય.
મળેલ દેહ જીવને અવનીએ,માબાપ થકી અવનીએ આવી જાય
કુટુંબછે શરીરના સંબંધ અવનીએ,જે પ્રેમની પાવનકેડી દઈ જાય
ભાઈબહેનના પ્રેમની જ્યોત પ્રગટે,જે માબાપની જ કૃપા કહેવાય
પતિપત્નીના સંબંધનીકેડી,એ કર્મનાબંધન પ્રેમાળ જીવનથી દેખાય
......જે જીવને આવન જાવનના બંધનમાં,કુટુંબની કેડીએ બાંધી જાય.
શ્રધ્ધા ભક્તિને સમજીને પારખી ભજતા,ભગવાનની કૃપા મળી જાય
અનંતપ્રેમથી જીવને પાવન રાહ મળે,જે દેહના વર્તનથી જ સમજાય
પાવનકર્મની કેડી મળે જીવને,જે કુટુંબમાં દેહનાબંધનથી અડી જાય
ઉજ્વળ જીવનની રાહે જીવતા,અંતે જન્મમરણને પ્રભુકૃપા મળી જાય
......જે જીવને આવન જાવનના બંધનમાં,કુટુંબની કેડીએ બાંધી જાય.
======================================================