શરળતાનો સહવાસ
...... . .શરળતાનો સહવાસ
તાઃ૨૬/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ અવનીપરનુ આગમન જીવને,કરેલ કર્મના બંધનથી મળી જાય પાવનકર્મથી મળે પવિત્રકેડી જીવને,મળેલદેહથી સમજાઈ જાય .....એજ સરળ જીવનનો સહવાસ જીવને,પવિત્ર કર્મની કેડી દઈ જાય. અનેક રાહ જીવને મળે અવનીએ,જે પરમાત્માની કૃપા કહેવાય ભક્તિમાર્ગની સરળરાહે જીવતા,જીવને ના આફત કોઇ અથડાય નિર્મળ જીવન ને નિખાલસ રાહે,પવિત્ર કર્મ જીવનમાં થઈ જાય ઉજવળતાની પવિત્ર કેડી,દેહને સરળતાનો સહવાસ આપી જાય .....એજ સરળ જીવનનો સહવાસ જીવને,પવિત્ર કર્મની કેડી દઈ જાય. માનવદેહ એ કર્મના સંબંધને સ્પર્શે,જે મળેલ જીવનથી સમજાય શ્રધ્ધાપ્રેમથી કરેલ પુંજા જલાસાંઇની,દેહને પાવનકર્મ કરાવી જાય આંગણે આવી કૃપા મળે પરમાત્માની,જે જીવન સરળ કરી જાય ના માગણીની કોઇ કેડી સ્પર્શે,કે નાકોઇ મોહ પણ સ્પર્શી જાય .....એજ સરળ જીવનનો સહવાસ જીવને,પવિત્ર કર્મની કેડી દઈ જાય. ======================================================