June 1st 2017
. .મળેલ રાહ
તાઃ૧/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે માનવદેહ જીવને અવનીએ,એજ પરમાત્માની કૃપા કહેવાય
અનંત દેહના સંબંધ છે અવનીએ,જે જીવને જન્મ મળે સમજાય
......પાવનકર્મની રાહ એજ કૃપા પ્રભુની,નિર્મળ ભક્તિએ મળી જાય.
કુદરતની છે અજબલીલાઅવનીએ,નાકોઇ કલ્પના જીવથી રખાય
માનવજીવનના સંબંધએ કર્મ છે,જીવને આવનજાવન આપી જાય
પાવનરાહ મેળવવા જીવનમાં,શ્રધ્ધાએ પરમાત્માની ભક્તિપ્રેમે થાય
નાઅપેક્ષાના કોઇ વાદળ સ્પર્શેદેહને,જ્યાં જલાસાંઇની રાહે ચલાય
......પાવનકર્મની રાહ એજ કૃપા પ્રભુની,નિર્મળ ભક્તિએ મળી જાય.
દેહ મળે છે જીવને અવનીએ,જે માબાપનો નિર્મળપ્રેમ જ કહેવાય
શ્રધ્ધા પ્રેમને સાચવીજીવતા,મળેલ દેહ સત્કર્મના માર્ગેજ ચાલી જાય
મળે જ્યાં વડીલના આશિર્વાદ દેહને,જીવને નિર્મળરાહ આપી જાય
એજ લીલા પરમાત્માની જીવ પર,જે ધરતીના બંધનને આંબી જાય
......પાવનકર્મની રાહ એજ કૃપા પ્રભુની,નિર્મળ ભક્તિએ મળી જાય.
====================================================
June 1st 2017
. .કુદરતની કરામત
તાઃ૧/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબ શક્તિશાળી છે જગતમાં,જેને સમજણથી કુદરત કહેવાય
અવનીપર મંદીર જતા પગેલાગીને,પથ્થર કે ફોટાને પ્રભુ કહેવાય
....એજ શ્રધ્ધા કહેવાય જ્યાં નામળે કોઇ ફળ કે જેની અપેક્ષાએ જીવાય.
પરકૃપાળુ પરમાત્મા જેઅનેક રૂપે,અવનીએઆવી વિદાય લઈ જાય
લીધેલ દેહથી જગતમાં જીવન જીવવાની,એ પવિત્રરાહ આપી જાય
પવિત્ર ભુમી એ ભારત છે દુનીયામાં,જ્યાં પરમાત્મા દેહ લઈ જાય
સંસ્કારની શીતળ કેડીએ, માનવ દેહની જ્યોત સમયે પ્રગટી જાય
....એજ શ્રધ્ધા કહેવાય જ્યાં નામળે કોઇ ફળ કે જેની અપેક્ષાએ જીવાય.
કુદરતની આ કરામત છે જગતમાં,જે અબજો વર્ષોથી સ્પર્શી જાય
મળેલદેહ એ કર્મના બંધન છે જીવના,જગતમાં ના કોઇથી છટકાય
નિર્મળભાવનાએ જીવન જીવતા,પ્રભુકૃપાએ કર્મનાબંધન છુટતા જાય
મુક્તિમાર્ગની કેડી મળે જીવને,જ્યાં જલાસાંઇથી પાવનરાહ મેળવાય
....એજ શ્રધ્ધા કહેવાય જ્યાં નામળે કોઇ ફળ કે જેની અપેક્ષાએ જીવાય.
=======================================================