June 10th 2017
. .કૃપા મળે
તાઃ૧૦/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે માનવદેહ અવનીએ જીવને,જ્યાં મળે પરમાત્માની કૃપા
અનંત શક્તિશાળી છે પરમાત્મા,જગતમાં જીવોથી અનુભવાય
.....એજ અજબ કૃપા જગતમાં,અનેક સ્વરૂપે દર્શન આપી જાય.
રામનામની માળા જપતા જીવને,પ્રભુની પરમ કૃપાય મળી જાય
હનુમાનજીની ભક્તિ નિરાળી,ગદા સંગે જગતમાં એ પુંજાઈ જાય
માનવ જીવન પાવન કર્યુ અવનીએ,જે માબાપની કૃપા કહેવાય
અયોધ્યા એજ સ્થાન બન્યુ,જ્યાં પરમાત્માએ જન્મ લીધો દેખાય
.....એજ અજબ કૃપા જગતમાં,અનેક સ્વરૂપે દર્શન આપી જાય.
રાધામાતાનો પવિત્રપ્રેમ જ્યાં પરમાત્મા શ્રીકૃષ્ણ રૂપે આવી જાય
ગોપીઓના સંગાથમાં રહેતા દ્વારકામાં,એગોપીનાથ પણ કહેવાય
અજબ કૃપાળુ પરમાત્મા છે જગતમાં,ભક્તો પર કૃપા કરી જાય
સમયને સમજી જીવતા જીવનમાં,વડીલના આશિર્વાદ મળી જાય
.....એજ અજબ કૃપા જગતમાં,અનેક સ્વરૂપે દર્શન આપી જાય.
=================================================