June 27th 2017

દેખાવ અડે

.           .દેખાવ અડે    

તાઃ૨૭/૬/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કળીયુગ સતયુગ એ સૃષ્ટિનો અણસાર,જગત પર આવનથી સમજાય
કુદરતનીકૃપા મળેલ દેહને સ્પર્શી જાય,ત્યાં જીવ કર્મબંધનથી બંધાય
.....એજ અદભુત લીલા પરમાત્માની,અભિમાનમાં દેહને દેખાવ અડી જાય.
અડે જ્યોત જીવનમાં અવનીએ,જે અનેકરીતે એ દેહને મળતી જાય
અંતરથી મળેલ પ્રેમની જ્યોત,દેહ પર સુખશાંન્તિની વર્ષા કરી જાય
આગમન વિદાયની ના કોઇ અપેક્ષા,જ્યાં પાવનરાહે જીવન જીવાય
લાગણી મોહનો દેખાવ નાસ્પર્શે,ત્યાં મળેલ જીવન પાવન થઈ જાય
.....એજ અદભુત લીલા પરમાત્માની,અભિમાનમાં દેહને દેખાવ અડી જાય.
મળે જ્યાં પ્રેમ દેખાવનો સંબંધીઓનો,ત્યાં ના કોઇ જીવથીય છટકાય
કળીયુગની આકેડી કહેવાય,જેથકી દુઃખનીવર્ષાએ જીવન જકડાઈ જાય
ના સંબંધ કોઇ દેહને રહે,કે ના અંતરનો નિર્મળપ્રેમ પણ અપાઈ જાય
દેખાવની દુનીયા જે આંખથી સ્પર્શે,જે દેહના વર્તનથી જ દેખાઈ જાય
.....એજ અદભુત લીલા પરમાત્માની,અભિમાનમાં દેહને દેખાવ અડી જાય.
=========================================================