June 14th 2017
..
. .ગોવિંદ ગોપાલા
તાઃ૧૪/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગોવિંદ ગોપાલા છે દ્વારકા નંદન,જગતમાં શ્રીકૃષ્ણથીય ઓળખાય
ગોપીઓના વ્હાલા જગતગોપાલા,માજશોદાના નંદન પણ કહેવાય
....એવા વ્હાલાને જગતમાં ભક્તો વંદે,જે અવનીએ પરમાત્માનો દેહ કહેવાય.
પવિત્ર માર્ગના સંગે અવનીએ,અજબ શક્તિ શાળી કૃપા દઈ જાય
પાવન જીવનનીરાહ બતાવી છે જીવોને,જે મુક્તિ માર્ગ આપી જાય
કૃષ્ણ કનૈયાના નામથી આગમન થતા,ગોપીઓના ગરબા શરૂ થાય
અનેક જીવોને નિર્મળ પ્રેમ બતાવી,અવનીપર પ્રેમની વર્ષા કરી જાય
....એવા વ્હાલાને જગતમાં ભક્તો વંદે,જે અવનીએ પરમાત્માનો દેહ કહેવાય.
પ્રેમની પવિત્રકેડી રાધાજીથી મળી ગઈ,જગતમાં પવિત્ર જોડી કહેવાય
નિર્મળ રાહ લઈને જીવન જીવતા,પાવન પ્રેમની ગંગા વહેવડાવી જાય
પરમાત્માનુ આગમન થયુ દ્વારકામાં,જે માનવ જીવન પવિત્ર કરી જાય
જયશ્રીકૃષ્ણ,રાધેકૃષ્ણના સ્મરણથી,જીવ પર પરમાત્માની કૃપા થઇ જાય
....એવા વ્હાલાને જગતમાં ભક્તો વંદે,જે અવનીએ પરમાત્માનો દેહ કહેવાય.
==========================================================