June 6th 2017
. .પાવનપ્રેમ
તાઃ૬/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને પાવનપ્રેમની રાહ મળે,જ્યાં ગજાનંદની કૃપા થઈ જાય
ભક્તિ માર્ગની જ્યોત પ્રગટે જીવનમાં,જ્યાં ભોલેનાથને પુંજાય
......એજ ગજાનંદ ગણપતિજી કહેવાય,જેને ગૌરીનંદનથીય ઓળખાય.
પાવનપ્રેમ મળ્યો માતાનો,જે પુત્ર ગણપતિના વર્તનથીજ દેખાય
માતા પાર્વતીએ પવિત્રશક્તિ છે,જે સંતાનને મળતાપ્રેમે સમજાય
નિર્મળ ભાવે પુંજન કરતા ગણપતિની,પિતા શંકરનીય કૃપા થાય
દેહને મળે પવિત્રરાહ જીવનમાં,જે જીવને મુક્તિ માર્ગે લઈ જાય
......એજ ગજાનંદ ગણપતિજી કહેવાય,જેને ગૌરીનંદનથીય ઓળખાય.
અનેક ભાવનાથી પુંજન કરતા,ગણેશજીને સિધ્ધીવિનાયક કહેવાય
ૐ શ્રી ગણેશાય નમઃના સ્મરણથી,નિર્મળ ભાવનાએ પુંજન થાય
ૐ ગં ગણપતયે નમઃએ પણ પવિત્ર શ્લોક છે,શ્રી ગજાનંદ હરખાય
પવિત્ર ભાવનાએ માળા જપતા,મળેલ જીવને પાવનપ્રેમ મળી જાય
......એજ ગજાનંદ ગણપતિજી કહેવાય,જેને ગૌરીનંદનથીય ઓળખાય.
=====================================================