June 15th 2017

લાગણી કે માગણી

.         .લાગણી કે માગણી  

તાઃ૧૫/૬/૨૦૧૭            પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્ર પાવન રાહ મળે જીવને,જ્યાં અંતરથી લાગણીએ પ્રેમ થાય
કળીયુગ કેરી ચાલમાં રહેતા,જીવને અપેક્ષાસંગે માગણી અડી જાય
.....એ અદભુત લીલા પરમાત્માની,જે સાંકળ બની જીવોને જકડી જાય.
માનવતાની મહેંક પ્રસરે અવનીએ,જે મળેલ દેહના વર્તનથી દેખાય
સફળતાની કેડી મળે દેહને,જ્યાં સંબંધીઓની લાગણી સ્પર્શી જાય
નિર્મળ લાગણી એજ સ્પર્શે જીવને,જે થતા અનુભવથી જ સમજાય
મળેલ દેહને કૃપાજ સમજતા અવનીએ,સફળતાના વાદળ અડી જાય
.....એ અદભુત લીલા પરમાત્માની,જે સાંકળ બની જીવોને જકડી જાય.
સમય સ્પર્શે જ્યાં દેહને અવનીપર,ત્યાં જીવની માગણી વધતી જાય
અપેક્ષાનો સંગાથ રહેતા દેહને,પળેપળ તકલીફોજ અડતી થઈ જાય
મોહ લાગે જ્યાં માગણીનો જીવનમાં,ત્યાં નાકોઇ સત્કર્મ પણ થાય
લાગણી માગણી એજ સ્પર્શ જગતમાં,સમયથી સાંકળેજ જકડી જાય
.....એ અદભુત લીલા પરમાત્માની,જે સાંકળ બની જીવોને જકડી જાય.
======================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment