June 11th 2017

ચીંધેલ જ્યોત

.            .ચીંધેલ જ્યોત 

તાઃ૧૧/૬/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પ્રેમનો સાગર તો જગતને સ્પર્શે,પરમાત્માની કૃપા કહેવાય
નિર્મળસ્નેહ એ જ્યોત પ્રેમની,માનવ જીવનમાં મળી જાય
......એજ પ્રેમ અંતરનો છે જે જીવનમાં,પ્રેમની જ્યોત પ્રગટાવી જાય.
પરમકૃપાળુ એ પ્રભુ છે,દુનીયામાં મળેલદેહથી સમજાઈ જાય
કર્મનો સંબંધ એ દેહને સ્પર્શે,જે દેહ મળતા જીવને સમજાય
કરેલ પાવનકર્મ એ માનવદેહ,અવની પર આવતા અનુભવાય
નાભાવના કે નાઅપેક્ષા કોઇ,એ ઉજવળ જીવન આપી જાય
......એજ પ્રેમ અંતરનો છે જે જીવનમાં,પ્રેમની જ્યોત પ્રગટાવી જાય.
વડીલને વંદન એ સંસ્કાર છે જીવના,જે પાવનરાહે દોરી જાય
કળીયુગની આ સાંકળ છે એવી,મળેલ આફતથી સમજાઈ જાય
પવિત્રરાહની ચીંધે આંગળી,ત્યાં માનવી પવિત્રજ્યોતે જીવી જાય
અદભુત શક્તિશાળી પરમાત્મા,જીવને અંતે મુક્તિમાર્ગે લઈ જાય
......એજ પ્રેમ અંતરનો છે જે જીવનમાં,પ્રેમની જ્યોત પ્રગટાવી જાય.
======================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment