June 11th 2017
..
..
. .ભજન કરૂ
તાઃ૧૧/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધા રાખીને ભજન કરતા,જીવનમાં મનને અનંત શાંંતિ મળી જાય
મળેલદેહને પાવન કરવા અવનીએ,પરમાત્માની ઓળખાણ થઈ જાય
......નિર્મળ ભાવથી ભક્તિ કરતાજ,માનવ જીવનની મહેંક પ્રસરી જાય.
પત્થરને પારખી લેતા કળીયુગમાં,દેખાવની દુનીયાથી દુર રહેવાય જાય
મનથી કરેલ ભક્તિ જીવનમાં,પરમાત્માનો અનંતપ્રેમ પણ આપી જાય
શુ કરવુ અને શુ કર્યુ જગતમાં,જે જીવનમાં કર્મના બંધનથી સમજાય
મળે જીવને અનંતપ્રેમ અવનીએ,ના અપેક્ષા કે નામાગણી અડી જાય
......નિર્મળ ભાવથી ભક્તિ કરતાજ,માનવ જીવનની મહેંક પ્રસરી જાય.
સફળતાનો સહવાસ મળે જીવનમાં,જે મળેલ જન્મને સાર્થક કરી જાય
જલાસાંઇની જ્યોત પ્રગટી અવનીએ,જે કરેલકર્મથી જીવોને દોરી જાય
પવિત્રભાવનાથી કરેલ ભક્તિ અને ભજન,જીવને પવિત્રમાર્ગે લઈ જાય
જન્મમરણના બંધન જીવથી છુટતા,પરમકૃપાએ જન્મ મરણ છુટી જાય
......નિર્મળ ભાવથી ભક્તિ કરતાજ,માનવ જીવનની મહેંક પ્રસરી જાય.
======================================================
No comments yet.