June 22nd 2017
....
....
. .જય સંતોષી મા
તાઃ૨૨/૬/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંતોષી માતાની પરમ કૃપાએ,જીવનમાં સંતોષ મળી જાય
પાવનકેડી મળતા જીવનમાં,સુખશાંંતિના વાદળ વર્ષી જાય
......એવી કૃપા માતાની પ્રદીપ પર,જે નિર્મળ જીવન આપી જાય.
પવિત્રપ્રેમે માતાને વંદન કરતા,માનવ પર પરમકૃપા થઈ જાય
ઉજવળ જીવનની રાહ મળતા,જીવનમાં પાવન કર્મ થઈ જાય
આશિર્વાદ મળે માતાજીના શ્રધ્ધાએ,ના તકલીફ કોઇ મેળવાય
સફળ જીવનની રાહ મળે જીવનમા,એજ માતાનો પ્રેમ કહેવાય
......એવી કૃપા માતાની પ્રદીપ પર,જે નિર્મળ જીવન આપી જાય.
જયસંતોષીમા જયસંતોષીમા ના સ્મરણથી,મન પવિત્ર થઈ જાય
મળેલ જન્મ માનવનો જીવને,સદમાર્ગથી પવિત્ર રાહે ચાલી જાય
માતાની પવિત્રદ્રષ્ટિએ દેહને,અનંત શાંંન્તિએ જીવન મેંહકી જાય
નામોહ કે માયાનો સ્પર્શ થાય જીવનમાં,ના અપેક્ષા કોઇ રખાય
......એવી કૃપા માતાની પ્રદીપ પર,જે નિર્મળ જીવન આપી જાય.
===================================================
No comments yet.