January 4th 2021
***
***
માયા મળે
તાઃ૪/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયને સમજી ચાલતા માનવદેહને,કળીયુગની માયાને સમજીનેજ ચલાય
એ પરમાત્માનીકૃપા અવનીપર,જે મળેલદેહને મોહમાયાથી બચાવી જાય
.....જીવને બંધન જન્મમરણના અવનીપર,જે થયેલકર્મથી આવનજાવન આપી જાય.
અનેકદેહ મળે જીવને કર્મથી,જે પ્રાણીપશુપક્ષી સંગે માનવ પણ થઈ જાય
મળેલ માનવદેહને પરમાત્માકૃપાએ,ઉંમરમાં સમજણનો સંગાથ મળી જાય
કર્મનોસંબંધ એ સમજણ જીવની,માનવદેહમાં પવિત્રકર્મેનીરાહ આપી જાય
કુદરતનીલીલા જગતપર દેહને માયા મળી જાય,જે અભીમાન આપી જાય
.....જીવને બંધન જન્મમરણના અવનીપર,જે થયેલકર્મથી આવનજાવન આપી જાય.
કળીયુગમાં દેખાવની કેડી આવીને,એ માનવદેહને સમજણથી કાપી જાય
મોહ અને માયા એ મળેલદેહના સંબંધ,જે સમયે જીવને મળતા થઈજાય
મળેલદેહને જ્યાં મોહ સ્પર્શે જીવનમાં,ત્યા આફત દેહને દુઃખ આપી જાય
માયાની કેડી મળતા જીવનમાં,અનેક દેહોથી જીવનમાં તકલીફ મળીજાય
.....જીવને બંધન જન્મમરણના અવનીપર,જે થયેલકર્મથી આવનજાવન આપી જાય.
*****************************************************************
January 4th 2021

. ભોલેનાથ
તાઃ૪/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હરહર ભોલે મહાદેવ હર,સંગે બમબમ ભોલે મહાદેવ હર
માતા પાર્વતીના એ જીવનસંગી,એ શંકરભગવાન કહેવાય
.....એવા પવિત્રનામને ધારણ કરી,ભારતમાં પવિત્રગંગા વહાવી જાય
અજબ શક્તિશાળી પવિત્ર દેહ,જેની જગતમાં પુંજા થાય
પરમાત્માએ દેહલીધો ભારતમાં,જેને મહાદેવથી ઓળખાય
હિમાલયની પવિત્રપુત્રી પાર્વતી,શંકરભગવાનની પત્નિથાય
ભોલેનાથ માથા પરથી,ગંગા નદીને અવનીપર લાવી જાય
.....એવા પવિત્રનામને ધારણ કરી,ભારતમાં પવિત્રગંગા વહાવી જાય
ત્રિશુળધારી ભોલેનાથ જગતમાં,શંખ સંગે નૃત્ય કરી જાય
માતાપિતાનો પ્રેમ મળે,ગૌરીનંદન શ્રી ગણેશ આવી જાય
પાવનપેમસંગે જીવતા,કાર્તિક સંગે અશોકસુંદરી આવીજાય
પરમપ્રેમાળ ભોલેનાથ,સંગે મહાદેવથી જગતમાં ઓળખાય
.....એવા પવિત્રનામને ધારણ કરી,ભારતમાં પવિત્રગંગા વહાવી જાય.
શ્રધ્ધા રાખીને શિવલીંગ પર,દુધ અર્ચના કરી પુંજન કરાય
ભોલેનાથનો પાવનપ્રેમ મળેદેહને,જે સત્કર્મથી સમજાઈજાય
ગજાનંદ શ્રી ગણેશને વંદન કરતા,દેહનુ ભાગ્ય પાવન થાય
ભોલેનાથના એ પુત્ર ભાગ્ય વિધાતા,જગતમાં પ્રેમથી પુંજાય
.....એવા પવિત્રનામને ધારણ કરી,ભારતમાં પવિત્રગંગા વહાવી જાય.
#######################################################
,