વિરપુરના જલીયાણ
## #
###.
. વિરપુરના જલીયાણ
તાઃ૭/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ પાવનકર્મની રાહ પકડીને વિરપુરમાં,પરમાત્માની પવિત્રકૃપા મેળવી જાય એવા વિરપુરનાવૈરાગી જલારામ કહેવાય,સંગે પત્નિ વીરબાઈ ઓળખાય .....એવા પવિત્રરાહે જીવન જીવતા,જગતમાં જીવોને અન્નદાનથી જીવન આપી જાય. મળેલ પ્રેમ પરમાત્માનો જીવનમાં,જે વિરપુરમાં નાકોઇ અપેક્ષાય રખાય માનવદેહને સંબંધ ઠક્કર પરીવારનો,અવનીપર એકુળ આગળ લઈ જાય પરમાત્માની પાવનકૃપાએ સંસાર સાચવવા,મળેલદેહથી દુકાન ચલાવીજાય સમય સંગે ચાલતા પરમાત્માએ આંગળી ચીંધી,જે અન્નદાનથી દેખાઈજાય .....એવા પવિત્રરાહે જીવન જીવતા,જગતમાં જીવોને અન્નદાનથી જીવન આપી જાય. પરમપ્રેમ મળ્યો પરમાત્માનો જલારામને,જે જીવનમાં તેમનાવર્તનથી દેખાય પવિત્રસંગ મળ્યો પત્ની વિરબાઈનો.જે પરમાત્માની સેવા કરવા તૈયારથાય પરમાત્માને સંતોષ થયો માગણીનો,એ વિરબાઈને ઝોળી દંડો આપી જાય અજબકૃપા મળી પતિપત્નીના જીવને,જેની પુંજા પરમાત્મા સમજીને કરાય .....એવા પવિત્રરાહે જીવન જીવતા,જગતમાં જીવોને અન્નદાનથી જીવન આપી જાય. ##################################################################