January 19th 2021
.
. .પાવન પ્રેમ
તાઃ૧૯/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવન પ્રેમ મળે જીવનમાં,જે પરમાત્માની પવિત્રકૃપાથી મળી જાય
મળેલ માનવદેહને સંબંધ છે કર્મનો,જીવનમાં એસબંધ આપી જાય
...નિર્મળ ભાવનાથી ભક્તિ કરતા જીવનમાં.મળેલદેહ પર અનંતપ્રેમની વર્ષા થાય.
પરમાત્મા પર શ્રધ્ધા રાખીને વંદન કરતા,દેહથી પાવનપ્રેમ મેળવાય
નિર્મળભાવના સંગે નિખાલસ જીવને,પવિત્ર જીવન પણ મળી જાય
કર્મનાસંબંધ એ દેહના જીવને અવનીપર,જે જન્મમરણથીજ મેળવાય
પાવનરાહે જીવનજીવતા મળેલદેહને,સતયુગ સંગે કળીયુગથી સમજાય
...નિર્મળ ભાવનાથી ભક્તિ કરતા જીવનમાં.મળેલદેહ પર અનંતપ્રેમની વર્ષા થાય.
અદભુતકૃપા અવનીપર પવિત્ર જીવની,જગતમાં એ પરમાત્મા કહેવાય
ભારતની ધરતીપર દેહલીધો,જે પરમાત્માના અનેક નામથી ઓળખાય
હિંદુ ધર્મમાં પવિત્ર ભગવાનને વંદન કરી,જીવનમાં પાવનકૃપા મેળવાય
મળેલદેહને પરમાત્માનો પાવન પ્રેમ મળે,જે જીવને મુક્તિ આપી જાય
...નિર્મળ ભાવનાથી ભક્તિ કરતા જીવનમાં.મળેલદેહ પર અનંતપ્રેમની વર્ષા થાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
January 19th 2021
***
***
. .ગૌરીનંદન ગણેશ
તાઃ૧૯/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગૌરીનંદન શ્રીગણેશ પવિત્રદેહ ભારતમાં,જે ભાગ્યવિધાતાય કહેવાય
માતા પાર્વતીના એ વ્હાલા સંતાન,જેમના પિતા છે શંકર ભગવાન
....પવિત્રદેહ લઈ પધાર્યા ભારતમાં,જે ભાગ્યવિધાતા શ્રીગણેશથી ઓળખાય
પરમપ્રેમ મળ્યો છે માબાપનો,જે જગતમાં ભાગ્ય વિધાતા થઈ જાય
વિઘ્નવિનાયક ગજાનંદ ગણપતિ,રિધ્ધી સિધ્ધીના એ પતિ પણ થાય
અવનીપર જીવને મળેલદેહના,એ ભાગ્યની પાવનરાહ પણ આપીજાય
ભારતની ધરતીપર પરમાત્માએ દેહ લીધો,જેને શંકર ભગવાન કહેવાય
....પવિત્રદેહ લઈ પધાર્યા ભારતમાં,જે ભાગ્યવિધાતા શ્રીગણેશથી ઓળખાય
આશિર્વાદ મળ્યા માબાપના,સંતાન શ્રી ગણેશને પવિત્રરાહ દઈ જાય
પવિત્રકૃપાળુ પરમાત્માનો દેહછે,જેહિંદુધર્મમાં શ્રીગણેશનુ પુંજન કરાય
શંકરભગવાનને પાર્વતીપતિ મહાદેવકહેવાય,જે ભોલેનાથ પણ કહેવાય
અજબકૃપાળુ ને શક્તિ શાળીદેવ છે,જેમની કૃપાએ પવિત્રજીવન થાય
....પવિત્રદેહ લઈ પધાર્યા ભારતમાં,જે ભાગ્યવિધાતા શ્રીગણેશથી ઓળખાય
############################################################