January 28th 2021

અપેક્ષાનો આશા

.           .અપેક્ષાની આશા       

તાઃ ૨૮/૧/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલદેહના મનમાં સમયની સાંકળ ચાલે,જે તેના વર્તનથી દેખાય
કળીયુગ સતયુગની સમજણથી જીવતા,નાઅપેક્ષાની આશા રખાય
....એજ વર્તન માનવદેહનુ,જે મળેલ માનવદેહના જન્મને સાર્થક કરી જાય.
આગમનનો સંબંધ એથયેલકર્મનો,જે ગતજન્મના વર્તનથી મેળવાય
કુદરતની આજ લીલા જગતમાં,ના કોઇજ જીવથી કદીય છટકાય 
પવિત્ર જીવનની રાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
ભારતની ભુમીને પાવન કરી પરમાત્માએ,જે પવિત્ર દેહથી દેખાય
....એજ વર્તન માનવદેહનુ,જે મળેલ માનવદેહના જન્મને સાર્થક કરી જાય.
મળે પરમાત્માના આશિર્વાદ દેહને,જ્યાં પરમાત્માની ભક્તિપુંજાથાય
માનવદેહના જીવને શાંંતિ મળે,જે જીવને અપેક્ષાથીજ દુર લઈ જાય
પવિત્રજીવનની રાહ મળે,એ પવિત્રદેહના આશિર્વાદે સત્કર્મ થઈજાય
સમયનીસાથે ચાલતા જીવનમાં,પરમાત્માની પાવનકૃપાએ આનંદથાય
....એજ વર્તન માનવદેહનુ,જે મળેલ માનવદેહના જન્મને સાર્થક કરી જાય.
*************************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment