March 16th 2021

ગજાનંદ સંગે મહાવીર

***હનુમાન ચાલીસાના પાઠ કરવા બેસો ત્યારે ના કરો આવી ભૂલ, નહીતર કરવો પડશે ગંભીર મુશ્કેલીનો સામનો અને નહી મળે લાભ..!!!***

.         .ગજાનંદ સંગે મહાવીર

તાઃ૧૬/૩/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
મળેલ માનવદેહને સમય સંગે ચાલવા,પરમાત્મા પરમકૃપા કરી જાય
કુદરતની આ અજબલીલા અવનીપર,જે અનેકસમયે જીવને સમજાય
....પવિત્રરાહ મળે જીવનમાં,જે ગજાનંદ સંગે બજરંગબલી મહાવીરથી મેળવાય.
હિંદુધર્મમાં સિધ્ધીવિનાયક શ્રી ગણેશના,માતા પાર્વતી પિતા ભોલેનાથ
જગતમાં એ ભાગ્યવિધાતાય કહેવાય,જે મળેલદેહને ભક્તિ આપી જાય
પાવનરાહ પકડતા માતાપિતાના પ્રેમથી,રિધ્ધીસિધ્ધી પત્ની મળી જાય
જીવનમાં ભાઈ કાર્તિકેય થયા,બહેન અશોકસુંદરી કુટુંબમાં આવી જાય
....પવિત્રરાહ મળે જીવનમાં,જે ગજાનંદ સંગે બજરંગબલી મહાવીરથી મેળવાય.
પવિત્રદેહ મળ્યો માતા અંજનીથી,નેસંગે પિતા પવનદેવની કૃપા કહેવાય
નામ મળ્યુ બજરંગબલી હનુમાનનુ,જે અજબશક્તિથી રામને મળી જાય
શ્રીરામના પત્નિને શોધી લાવ્યા,અંતે રાજા રાવણની લંકાને બાળી જાય
પરમકૃપા મળી સીતામાતાની,રામનાભાઈ લક્ષ્મણને સંજીવની આપી જાય
....પવિત્રરાહ મળે જીવનમાં,જે ગજાનંદ સંગે બજરંગબલી મહાવીરથી મેળવાય.
રિધ્ધીસિધ્ધીનાએ જીવનસાથી,જે પુત્રી સંતોષી ને પુત્ર શુભલાભ દઈ જાય
પાવનકૃપા માતાપિતાની કુળને આગળ લેવા,પુત્રવધુ તુષ્ટિ પુષ્ટિ મળી જાય
અંતે પૌત્ર પણ થયા જીવનમાં,જે આમોદ પ્રમોદથી કુળમાં જન્મ લઈ જાય
જગતમાં રામના ભક્ત હનુમાન,જે સુર્યપુત્રી સિવર્ચલાના પતિથી ઓળખાય
....પવિત્રરાહ મળે જીવનમાં,જે ગજાનંદ સંગે બજરંગબલી મહાવીરથી મેળવાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
  

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment