April 3rd 2021

. .પવિત્ર પ્રેમ જ્યોત
તાઃ૩/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની આ પવિત્રકૃપા અવનીપર,જે માનવદેહને પાવનરાહે લઈ જાય
મળે પવિત્ર પ્રેમ જીવનમાં,એ મળેલદેહને સત્કર્મનો સંગાથ આપી જાય
....શ્રધ્ધાથી જીવનમા ભક્તિ કરતા,પરમાત્મા કૃપાએ પવિત્રપ્રેમ મળતો જાય.
માનવદેહને કર્મનો સંબંધ છે,જે જીવને મળતા દેહોને કર્મ કરાવી જાય
પાવનપ્રેમ મળે જીવનમાં,જે પવિત્રરાહે જીવતા માનવનો પ્રેમ મળીજાય
જીવનમાં માગણી કે નાકોઇ અપેક્ષા રહે,એજ નિખાલસ પ્રેમથી દેખાય
અવનીપર મળેલ માનવદેહને સંબંધ કર્મનો,જે પવિત્ર ભક્તિથી સચવાય
....શ્રધ્ધાથી જીવનમા ભક્તિ કરતા,પરમાત્મા કૃપાએ પવિત્રપ્રેમ મળતો જાય.
નિખાલસરાહે જીવનજીવતા દેહપર,ભગવાનની પાવનકૃપા દેહને મળીજાય
પવિત્ર પરમાત્માના દેહની માળાથી પુંજનકરતા,પરમ પવિત્રપ્રેમ મેળવાય
આંગણેઆવી પ્રભુનીકૃપા મળે,જે જીવનાદેહને પરિવારસહિત આનંદથાય
માનવદેહને નિખાલસ પ્રેમીઓનો સાથ મળે,જે તકલીફથી બચાવી જાય
....શ્રધ્ધાથી જીવનમા ભક્તિ કરતા,પરમાત્મા કૃપાએ પવિત્રપ્રેમ મળતો જાય.
=============================================================
April 3rd 2021

. .શ્રીરામ ભક્ત
તાઃ૩/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમપ્રેમ મળ્યો શ્રીરામનો,જે બજરંગબલી મહાવીરથી ઓળખાય
જે માતા અંજનીના લાડલાદીકરા,જગતમાં પવનપુત્ર પણ કહેવાય
....એવા પવિત્ર શક્તિશાળી શ્રીરામના ભક્ત થયા,જે હનુમાનજી કહેવાય.
મળેલદેહને પાવનરાહ મળી માતાનીકૃપાએ,શ્રીરામને મદદ કરી જાય
પિતા પવનદેવની કૃપાથઈ,જે આકાશમાં ઉડીને પર્વતને લાવી જાય
શ્રીરામના ભાઈ લક્ષ્મણ બેહોશીથી,બચાવવા સંગીવની આપી જાય
પાવનરાહની કેડીએ ચાલતા,પ્રભુ શ્રીરામને શ્રધ્ધાથી વંદન કરી જાય
....એવા પવિત્ર શક્તિશાળી શ્રીરામના ભક્ત થયા,જે હનુમાનજી કહેવાય.
શ્રી રામના પવિત્રપત્નિ સીતાજીને,ઉઠાવી જઈ જંગલમાં લવાઈ જાય
હનુમાનને પ્રેરણા મળી કૃપાએ,જે સીતાને શોધી શ્રીરામને કહી જાય
લંકાના રાજા રાવણની આ કેડી,એ શ્રીહનુમાન શોધીને બચાવી જાય
પવિત્ર સીતાજીને લાવવા અંતે રાજા રાવણનુ લંકામાં દહન કરી જાય
....એવા પવિત્ર શક્તિશાળી શ્રીરામના ભક્ત થયા,જે હનુમાનજી કહેવાય.
###########################################################