April 23rd 2021

. .અદભુત પ્રેમની સાંકળ
તાઃ૨૩/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કર્મનો સંબંધ છે જીવને જગતમાં,જે સમયસંગે ચાલતા દેહને સમજાય
માનવદેહ એ અદભુત પ્રેમની સાંકળ,જે પરમાત્માની કૃપાએ મેળવાય
...અવનીપર અનેકદેહનો સંબંધકર્મથી,મળેલ માનવદેહએ પ્રભુકૃપાએ મળી જાય.
મળેલ માનવદેહને શ્રધ્ધાથી ભક્તિ કરતા,જીવનમાં પવિત્રપ્રેમ મળી જાય
કુદરતની આ પાવનકૃપા છે જીવનમાં,જે મળેલદેહને ભક્તિ કરાવી જાય
પવિત્રદેહ એ સમયે માનવદેહને,પ્રભુનો અદભુતપ્રેમ જીવનમાં મળી જાય
જગતમાં સમય નાકોઇથીય પકડાય,પવિત્ર પરમાત્માકૃપાએ સુખ મેળવાય
...અવનીપર અનેકદેહનો સંબંધકર્મથી,મળેલ માનવદેહએ પ્રભુકૃપાએ મળી જાય.
માનવદેહને કળીયુગમાં સમયથી બચવા,પવિત્ર ભાવનાથીજ ભક્તિ કરાય
ના સમયની કોઇ સાંકળ જીવના દેહને જકડે,એ અદભુતકૃપાએ મળીજાય
પવિત્રરાહ જીવનમાં મળે દેહને,જ્યાં શ્રધ્ધારાખીને ઘરમાં પ્રભુની પુંજાથાય
અદભુત પ્રેમની સાંકળ મળે કૃપાએ,જે મળેલદેહને પવિત્રકર્મ કરાવી જાય
...અવનીપર અનેકદેહનો સંબંધકર્મથી,મળેલ માનવદેહએ પ્રભુકૃપાએ મળી જાય.
##############################################################
No comments yet.