October 14th 2021

નવરાત્રીનો

 કૃષિ જ્ઞાન- નવલી નવરાત્રી ના ચોથા દિવસે મા કૂષ્માંડા ની થાય છે આરાધના ! - એગ્રોસ્ટાર
.          .નવરાત્રીનો પ્રેમ

તાઃ૧૪/૧૦/૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

નવરાત્રીના તહેવારમાં તાલી પાડીને ગરબા રમતા,દુર્ગામાતાની કૃપા મેળવાય
પવિત્ર તહેવાર હિંદુધર્મમાં,જે દુર્ગામાતાના નવસ્વરુપથી ભારતદેશથી ઉજવાય
....નવરાત્રીના નવદીવસ દુર્ગામાતાના નવદેહને,ગરબા ગાઈને ભક્તો વંદન કરી જાય.
હિંદુધર્મમાં પરમાત્માની પવિત્રકૃપાથી,ભારતદેશમાં દેવઅનેદેવીઓથી જન્મીજાય
પવિત્રકૃપા દુર્ગામાતાનીમળે ભક્તોને,જ્યાંનવરાત્રીમાં દાંડીયારાસથી ગરબારમાય
નવરાત્રીના નવદીવસ માતાની કૃપાથી,ભક્તિ કરતા નવદુર્ગામાતાને વંદન થાય
ભક્તોપર માતાની પાવનકૃપા છે,જે જગતમાં નવરાત્રીના યહેવારને ઉજવીજાય
....નવરાત્રીના નવદીવસ દુર્ગામાતાના નવદેહને,ગરબા ગાઈને ભક્તો વંદન કરી જાય.
નવદીવસના તહેવારમાં માતાના દરેક સ્વરૂપને,શ્રધ્ધાથી ગરબારાસ રમી પુંજાય
પવિત્રપ્રેમ માતાનોમળે ભક્તોને,જે પવિત્રતહેવાર માતાની પાવનકૃપાએ મેળવાય
નવરાત્રીના પવિત્રનવદીવસ મળે ભક્તોને,નવમાદીવસે સિધ્ધીદાત્રીમાતાને પુંજાય
એ શ્રધ્ધા ભક્તોની પવિત્ર નવરાત્રીના તહેવારે,જે માતાને ગરબારમીને પુંજીજાય  
....નવરાત્રીના નવદીવસ દુર્ગામાતાના નવદેહને,ગરબા ગાઈને ભક્તો વંદન કરી જાય.
######################################################################
October 14th 2021

માતાનો પ્રેમ મળે

 આજે નવરાત્રિનો નવમો દિવસ, કરો માતા સિદ્ધિદાત્રીની પૂજાઅર્ચના
.            .માતાનો પ્રેમ મળે

તાઃ૧૪/૧૦/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ.

નવરાત્રીના પવિત્ર હિંદુ તહેવારમાં,દાંડીયારાસથી ભક્તો ગરબાથી રમી જાય
દુર્ગામાતાની પવિત્રકૃપાએ માતાના નવસ્વરૂપને,નવરાત્રીમાં પ્રેમથી વંદનથાય
.....ભક્તો તાલીપાડીને ગરબા રમતા,નવરાત્રીના તહેવારમાં માતાનો પ્રેમ મળી જાય.
પવિત્રતહેવાર મળે માતાનીકૃપાએ,જે દુનીયામા પવિત્ર નવરાત્રીથી ઓળખાય
દાંડીયારાસ લઈ ગરબે ઘુમતા ભક્તો,તાલીપાડીને માતાના નવદેહને પુંજીજાય
દુર્ગામાતાના નવસ્વરૂપે હિંદુધર્મમાં નવરાત્રીમળી,જે માતાની પવિત્રકૃપાકહેવાય
અદભુતકૃપા માતાની ભક્તોપર.જે મળેલમાનવદેહને નિખાલસ ભક્તિઆપીજાય
.....ભક્તો તાલીપાડીને ગરબા રમતા,નવરાત્રીના તહેવારમાં માતાનો પ્રેમ મળી જાય.
તાલીપાડીને ગરબા રમતા ભક્તોની,સંગે ઢોલનગારા વગાડીને સંગીત દઈ જાય
પવિત્રપ્રેમ મળ્યો ભક્તોને દુર્ગામાતાનો,જે સમયની સાથે પવિત્રતહેવાર ઉજવાય
તાલીપાડીને ગરબેધુમતા નવરાત્રીના નવમાનોરતે સિધ્ધીદાત્રીમાતાની પુંજા કરાય
દુનીયામાં હિંદુધર્મના પવિત્રનવરાત્રીના તહેવારને,ભક્તો સમયનીસાથે ઉજવીજાય 
.....ભક્તો તાલીપાડીને ગરબા રમતા,નવરાત્રીના તહેવારમાં માતાનો પ્રેમ મળી જાય.
+++++++++++++ૐ+++ૐ+++ૐ+++ૐ+++ૐ+++ૐ+++ૐ+++ૐ+++ૐ++++++++++++