October 18th 2021

પાવનકેડી કુદરતની

 શ્રી વિષ્ણુના આ મંત્રોનો જાપ ઘરમાં લાવે છે સુખ-શાંતિ....ચમત્કારિક ફાયદા  દરેક વ્યક્તિએ જરૂર જાણવા જોઈએ
.           .પાવનકેડી કુદરતની 

તાઃ૧૮/૧૦/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
પવિત્રકૃપામળે માનવદેહને પરમાત્માની,જે પાવનરાહે પવિત્રભક્તિ કરી જાય
સમયની સાંકળ એ કળીયુગની લીલા,ના જગતમાંં કોઇ દેહથી કદી છટકાય
.....એ અદભુતલીલા કુદરતની અવનીપર,જે કોઇજ દેહથી જીવનમાં કદી દુર રહેવાય.
માનવદેહમળે અવનીપર એપ્રભુની,પાવનકૃપા થાય જેપવિત્રરાહે જીવાડી જાય
કર્મનીકેડી એ મળેલદેહને મળે જીવનમાં,જે પવિત્રકૃપાએ ભક્તિ કરાવી જાય
હિંદુધર્મની પવિત્રરાહ માનવદેહને મળે,જે ભારતદેશમાં પ્રભ જન્મીને દઈજાય
જગતમાં હિંદુધર્મ એ પભુનીપવિત્રકૃપા,એ અનેકદેહથી જન્મી પ્રેરણાકરી જાય 
.....એ અદભુતલીલા કુદરતની અવનીપર,જે કોઇજ દેહથી જીવનમાં કદી દુર રહેવાય. 
લાગણી માગણીને દુર રાખીને જીવતા,મળેલદેહથી જીવનમાં પવિત્રકર્મ કરાય
માનવદેહને સમયનો સાથ મળે જીવનમાં,એ કળીયુગની લીલાથી ના છટકાય
જીવને જન્મથી અવનીપર આવન જાવનથી,અનેક દેહથીજ જીવન મળતુ જાય
પ્રાણીપશુજાનવર સંગે પક્ષીનો દેહ મળે,નાકોઇ સમજણ દેહને પ્રભુ આપીજાય
.....એ અદભુતલીલા કુદરતની અવનીપર,જે કોઇજ દેહથી જીવનમાં કદી દુર રહેવાય.
####################################################################
October 18th 2021

બમ બમ ભોલેનાથ

  Lord Shankar was manifested here
             બમ બમ ભોલેનાથ
 તાઃ૧૮/૧૦/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપાળુ શંકર ભગવાન હિંદુધર્મમાં,તેમને બમબમ ભોલેનાથ પણ કહેવાય
શ્રધ્ધારાખીને ધુપદીપ પ્રગટાવીને વંદન કરતા,ભક્તોપર પાવનકૃપાય થઈ જાય
.....એવા વ્હાલા પરમાત્માના સ્વરૂપને,ૐ નમઃ શિવાયથી માળા કરીને પુંજન કરાય.
પવિત્ર કૃપાળુ ભગવાન છે જે ભક્તોની ભક્તિએ,પરમપવિત્ર પ્રેમ આપી જાય
ભારતની ભુમીને પવિત્રકરવા શિરથી,પવિત્ર ગંગાનદીને વહાવી કૃપા કરીજાય
પવિત્ર શક્તિશાળી પ્રભુના દેહને,હિમાલયની પુત્રી પાર્વતી પતિદેવ કરી જાય
અજબશક્તિશાળી ભગવાન ભારતદેહમાં,જે પવિત્ર શંકરભગવાનથીઓળખાય
.....એવા વ્હાલા પરમાત્માના સ્વરૂપને,ૐ નમઃ શિવાયથી માળા કરીને પુંજન કરાય.
માતા પાર્વતીનો પવિત્રપ્રેમ જીવનમાં મળતા,પવિત્ર સંતાનોને જન્મ આપી જાય
પરમકૃપાળુ સંતાન શ્રીગણેશ કહેવાય,જે મળેલદેહના ભાગ્યવિધાતાય થઈ જાય
હિંદુધર્મમાં માનવદેહના એવિઘ્નવિનાયક,પણ કહેવાય જે મનુષ્યને બચાવી જાય
પવિત્ર બીજા સંતાન કાર્તિકેય કહેવાય,અને પવિત્ર દીકરી અશોકસુંદરી થઈજાય
.....એવા વ્હાલા પરમાત્માના સ્વરૂપને,ૐ નમઃ શિવાયથી માળા કરીને પુંજન કરાય.
=====================================================================