October 10th 2021
. .પવિત્ર માતા દુર્ગા
તાઃ૧૦/૧૦/૨૦૨૧ (નવરાત્રી) પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલમાનવદેહને જીવનમાં ભક્તિરાહ મળે,જે જન્મને સફળ કરી જાય
ભારતદેશથી દેવઅને દેવીઓની કૃપામળે,જે જન્મમરણથી બચાવીજાય
...મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે મળેલદેહના જીવને સમયે સમજાય.
હિંદુ ધર્મમાં પવિત્ર તહેવાર મળૅ,ઍ પરમાત્માએ લીધેલ દેહથી મેળવાય
ભારતની ભુમીને પવિત્રકરી છે પરમાત્માએ,જે જગતમા પવિત્ર કહેવાય
પવિત્ર દુર્ગામાતાથી દેહ લીધો,એ સમયે નવસ્વરૂપથી દર્શન આપી જાય
ઈનવરાત્રીના નવદીવસ માતાનીક્રુપા મેળવવા,ભક્તો ગરબારાસથી રમીજાય
...મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે મળેલદેહના જીવને સમયે સમજાય.
માતાની પવિત્રકૃપાથી નવરાત્રીનો તહેવાર મળે,જે ભક્તોને રાજીકરી જાય
તાલીપાડી ગરબે ઘુમતા ભક્તો,માતાને રાજીકરવા દાંડીયારાસ વગાડીજાય
દુનીયામાં હિંદુધર્મના પવિત્ર તહેવારને,શ્રધ્ધાથી ભક્તો જીવનમાં ઉજવીજાય
માતાનીપવિત્રકૃપા મળે જીવનમાં,જે મળેલદેહના જીવનેઅંતે મુક્તિમળીજાય
...મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે મળેલદેહના જીવને સમયે સમજાય.
================================================================
October 10th 2021
. .નવરાત્રીના રાસગરબા
તાઃ૧૦/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં દુર્ગામાતાની પવિત્રકૃપાથી,ભારતદેશથી પવિત્ર નવરાત્રી ઉજવાય
પવિત્રહિંંદુ તહેવારને ભક્તો દુનીયામાં,દાંડીયારાસ રમતાજ ગરબે ઘુમી જાય
....એવા પવિત્રતહેવારે માતાની કૃપાએ મળે,જે હિંદુધર્મને જગતમાં પ્રસરાવી જાય.
ભારતની ધરતીપર પરમાત્મા દેવદેવીઓથી,જન્મ લઈ માનવદેહપર કૃપાથાય
અવનીપર અનેકદેહથી જીવને દેહ મળે,નાકોઇ જીવથી કદી દુર રહી જવાય
પરમાત્માની એલીલાઅવનીપર,જીવને માનવદેહ મળતા કર્મનોસંબંધ મેળવાય
પવિત્ર નવરાત્રીનો તહેવાર માતા દુર્ગાથી મળ્યો,જે માતાના નવદેહથી પુંજાય
....એવા પવિત્રતહેવારે માતાની કૃપાએ મળે,જે હિંદુધર્મને જગતમાં પ્રસરાવી જાય.
નવરાત્રીના ચોથા નોરતે કુષ્માંડા માતાની સાથે,સ્કંદમાતાનેય ગરબાથી પુંજાય
રાસગરબા રમવા દાંડીયારાસથી ભકતો,મંદીરમાં માતાને પુંજવા ગરબેરમીજાય
ભારતદેશથી જગતમાં પવિત્ર હિંદુધર્મ છે,જે ભારતીયોથી તહેવારનેય ઉજવાય
દુર્ગામાતાની પવિત્રકૃપા ભક્તોપર,જે સમયે તહેવારમાં ગરબારાસ રમી જવાય
....એવા પવિત્રતહેવારે માતાની કૃપાએ મળે,જે હિંદુધર્મને જગતમાં પ્રસરાવી જાય.
#################################################################
October 10th 2021
. .મળે માતાની કૃપા
તાઃ૧૦/૧૦/૨૦૨૧ (નવરાત્રી) પ્રદીપ બ્રહ્મભટ્ટ
નવરાત્રીના પવિત્રદીવસોએ ગરબે ઘુમતા,માતાની પવિત્રકૃપા મળી જાય
ચોથા નોરતે કુષ્માંડામાતાને પગે લાગીને,દાંડીયારાસ સંગે ગરબા ગવાય
....દુર્ગા માતાની પવિત્રકૃપા ભક્તોપર,જે નવરાત્રીના નવદીવસે વંદન કરાય.
માતાનો પવિત્રપ્રેમ મળે નવરાત્રીમાં,જે ભક્તો ને પવિત્રપ્રસંગ આપી જાય
શ્રધ્ધાથી ગરબા ગાતા ભક્તો,દાંડીયા રાસ વગાડી તાલીપાડી ઘુમી જાય
પવિત્ર હિંદુ ધર્મ જગતમાં ઉજવાય,જે ભારતદેશથી માતાનીકૃપા કહેવાય
પરમાત્માએ અનેકપવિત્રદેહથી જન્મ લીધો,જે ભારતદેશને પવિત્રકરીજાય
....દુર્ગા માતાની પવિત્રકૃપા ભક્તોપર,જે નવરાત્રીના નવદીવસે વંદન કરાય.
પવિત્ર દુર્ગામાતા ભારતમાં નવ સ્વરૂપથી,દેહલઈ ભુમી પવિત્ર કરી જાય
હિંદુધર્મમાં નવરાત્રીનો તહેવાર પવિત્ર છે,જેમાં નવસ્વરુપને પુંજાય કરાય
કુષ્માંડામાતા સંગે સ્કંદમાતાને પણ ગરબે ધુમી, માતાને વંદન કરી જાય
આજના પવિત્રદીવસે દુર્ગામાતાના બંન્ને સ્વરૂપને,ગરબારાસે પ્રાર્થનાકરાય
....દુર્ગા માતાની પવિત્રકૃપા ભક્તોપર,જે નવરાત્રીના નવદીવસે વંદન કરાય.
#+#+#+#+#+#+#+#+#+#+#+#+##+#++#+#+#+#+#+#+#+#+#+#+#+#+#+#+#+