October 24th 2021

નિખાલસપ્રેમ મળે

 રાધા અને કૃષ્ણના લગ્ન શા માટે થયા ન હતા, જાણો આ રસપ્રદ કહાની વિષે... -  Gujarat Page
.            .નિખાલસપ્રેમ મળે

તાઃ૨૪/૧૦/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અદભુતલીલા પરમાત્માની અવનીપર,જે જીવનમાં સમયને સમજીને ચલાય 
પાવનરાહે જીવને મળેલ માનવદેહને,શ્રધ્ધાભાવનાથી જીવનમા ભક્તિકરાય
.....અવનીપરના આગમનનો સંબંધ,જીવના ગતજન્મ દેહના કર્મથી મળતો જાય.
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલમાનવદેહથી અનુભવથાય
જગતપર અનેકદેહનો સંબંધ જીવને,માનવદેહ એજીવને સમજણ આપીજાય
અનેક નિરાધારદેહ મળે અવનીપર,જેનએ નાકોઇ પ્રકારની સમજણમેળવાય
માનવદેહ એ કૃપા પરમાત્માની જીવપર,જે પ્રભુકૃપાએ ધર્મભક્તિ આપીજાય
.....અવનીપરના આગમનનો સંબંધ,જીવના ગતજન્મ દેહના કર્મથી મળતો જાય.
કુદરતની પાવનકૃપા અવનીપર મળેલદેહને,જેદેહને સમયે ભક્તિરાહ દઈજાય 
પરમાત્માની પાવનકૃપા થઈ ભારતદેશપર,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
પ્રભુના માનવદેહના આગમનથીજ,દુનીયામાં પવિત્ર હિંદુ ધર્મનુ પ્રસરણ થાય
હિંદુધર્મમાં પ્રભુનોપ્રેમ મેળવવા,ઘરમાં શ્રધ્ધાભાવનાથી ધુપદીપથી ભક્તિકરાય
.....અવનીપરના આગમનનો સંબંધ,જીવના ગતજન્મ દેહના કર્મથી મળતો જાય.
#################################################################